રાજકોટમાં આવતીકાલે ક્ષત્રિયોનું મહાસંમેલન, પોલીસે આપી મંજૂરી, મોટી સંખ્યામાં લોકો રહેશે હાજર!

ADVERTISEMENT

Rupala Controversy
સૌરાષ્ટ્રની ભૂમિ પર ક્ષત્રિયોઓનું 'શક્તિપ્રદર્શન'
social share
google news

Rupala Controversy: રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનો રોષ દિવસેને દિવસે વધતો જાય છે. એવામાં અનેક જિલ્લાઓ, તાલુકાઓ અને ગામોમાં રેલી, સંમેલન સહિતના રૂપાલાના વિરોધમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તો એવામાં આવતીકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ શક્તિપ્રદર્શન અને રતનપર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરાયું છે. આવતીકાલે સાંજે 5 વાગ્યે રતનપર ગામે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવાનું છે. જેને લઈ પોલીસે પણ મંજૂરી આપી દીધી છે. 

રાજકોટમાં ગોઠવાશે પોલીસનો લોખંડી બંદોબસ્ત

ક્ષત્રિય સમાજમાં રોષ અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનોની તેમજ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. DCB, SOG, LCB, સ્થાનિક પોલીસ સહિતના 250 થી વધુ અધિકારીઓ અને જવાનો ખડેપગે રહેશે. પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે પણ સર્વેની કામગીરી કરવામાં આવી છે.  

Unseasonal Rain: કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભરઉનાળે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકશાન

ક્ષત્રિય મહાસંમેલન માટેની ગાઈડલાઈન સોશિયલ મીડિયા પર વાયરલ

સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવતા વાહનોને વ્યવસ્થિત પાર્ક કરવા અને કોઈ અવ્યવસ્થા ના થાય એવો સહયોગ આપવો
સમયથી પહેલાં સ્થળ પર આવી ગ્રાઉન્ડ પર રાખેલ બેઠક વ્યવસ્થા મુજબ બેઠક લઇ લેવી 
ઘરેથી માતાજીને પગે લાગીને નીકળવું અને રસ્તામાં કોઈપણ સાથે કોઈપણ સંજોગોમાં તકરારમાં ઉતરવું નહીં
રસ્તામાં સરકારી વ્યવસ્થા માટેની પોલીસ ટીમને સહયોગ કરવો
કોઈ જગ્યા પર ટ્રાફિક જામ થાય એ રીતે વાહન પાર્ક કરવા નહીં 
જે બસમાં આપ આવતા હોય એ બસના 2 ભાઈઓને જવાબદારી આપવી
એ બસમાં બેઠેલા દરેકે એમનો મોબાઈલ નંબર આપવો અથવા લઇ લેવો 
મહાસંમેલનમાં આવતી વખતે આપની સાથે પાણીની બોટલ જરૂર સાથે લાવવી
પોતાનું આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખવું 
કાર અથવા બસમાં કોઈ રસ્તામાં તકલીફ થાય એવી વસ્તુ નહીં રાખવી 
કાર્યક્રમ પૂર્ણ થાય પછી બધાજ બસમા બેસીને આવી જાય એ ચેક કરી લેવું
સંકલન સમિતિ દ્વારા આપેલા સ્ટીકર / બેનર આપની કાર અને બસ પર ફરજિયાત લગાવવા
(જેમ કે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન- જિલ્લો / તાલુકાનું નામ) 
રસ્તામાં કોઈ અસગવડ કે તકલીફ પડે તો સંકલન સમિતિના કોઈપણ સભ્યો અથવા સ્વયં સેવકને કોલ કરવો

ADVERTISEMENT

રાજકોટમાં મહાસંમેલન પહેલા સાબરકાંઠામાં ક્ષત્રિયોએ બતાવ્યું ટ્રેલર, ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં કરી હાકલ

    follow whatsapp

    ADVERTISEMENT