Breaking News: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની નવી યાદી જાહેર, Rupala સામે લડશે આ દિગ્ગજ નેતા
લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ચાર બેઠક મહેસાણા,અમદાવાદ પૂર્વ,રાજકોટ અને નવસારી પર નામની જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતની બાકી ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર
Lok Sabha Election: લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ચાર બેઠક મહેસાણા,અમદાવાદ પૂર્વ,રાજકોટ અને નવસારી પર નામની જાહેર કરવામાં આવી છે. રાજકોટથી પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પરષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીનો રાજકોટ બેઠક પર રસપ્રદ જંગ રહેવાનો છે.
લોકસભાની બાકીની ચારેય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જાહેર
- રાજકોટ પરેશ ધાનાણી
- અમદાવાદ પૂર્વ હિંમતસિંહ પટેલ
- મહેસાણા રામજી ઠાકોર
- નવસારી નૈષધ દેસાઈ
સાથે જ કોંગ્રેસ દ્વારા ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર યોજવાનારી પેટાચૂંટણી માટે પણ ઉમેદવારોના નામની જાહેર કરવામાં આવી છે. જેમાં વિજાપુર,પોરબંદર, માણાવદર,ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે નામની જાહેરાત કરી દીધી છે.
કોંગ્રેસના પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર
- વિજાપુર દિનેશભાઈ પટેલ
- પોરબંદર રાજૂભાઇ ઓડેદરા
- માણાવદર હરિભાઈ કણસાગરા
- ખંભાત મહેન્દ્રસિંહ પરમાર
- વાઘોડિયા કનુભાઈ ગોહીલ
ADVERTISEMENT
ADVERTISEMENT