સુરત બાદ કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું, આ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી જશે?
MP Congress Candidate: ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.
ADVERTISEMENT
MP Congress Candidate: ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી આપી છે.
કૈલાશ વિજયવર્ગીયે કોંગ્રેસના ઉમેદવાર સાથે સેલ્ફી પોસ્ટ કરી
કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય બમ સાથે સેલ્ફી શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.
ADVERTISEMENT
ઈન્દોર લોકસભા પર 13મેના રોજ મતદાન
તમને જણાવી દઈએ કે ઈન્દોર લોકસભા સીટ પર ચૂંટણી માટે 25 એપ્રિલ સુધી ઉમેદવારી ભરવામાં આવી હતી. 29મી એપ્રિલે નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી પૂર્ણ થશે.
કોંગ્રેસના ઉમેદવાર પાસે 57 કરોડની સંપત્તિ
મિની મુંબઈ એટલે કે મધ્યપ્રદેશના ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે 24 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટમાં બમે પોતાની કુલ સંપત્તિ 57 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. ખાસ વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસે કાર નથી. તે 14 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT