સુરત બાદ વધુ એક લોકસભા બેઠક પર કોંગ્રેસ સાથે 'ખેલ' થયો! આ સીટના ડમી ઉમેદવાર હવે BJPમાં જોડાશે
Lok Sabha Election: ગુજરાતમાં સુરતની લોકસભા બેઠક પર થયેલા 'ઓપરેશન બિનહરીફ' બાદ ગુજરાતની વધુ એક બેઠક પર ખેલ પાડવામાં આવ્યો છે. પંચમહાલની લોકસભા સીટ પરથી કોંગ્રેસના ડમી ઉમેદવાર હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
Lok Sabha Election: ગુજરાતમાં સુરતની લોકસભા બેઠક પર થયેલા 'ઓપરેશન બિનહરીફ' બાદ ગુજરાતની વધુ એક બેઠક પર ખેલ પાડવામાં આવ્યો છે. પંચમહાલની લોકસભા સીટ પરથી કોંગ્રેસના ડમી ઉમેદવાર હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આવતીકાલે શનિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં હારેલા કોંગ્રેસના ઉમેદવાર દુષ્યતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાશે. આ સાથે રાજકોટમાં પણ ટિકિટના દાવેદાર રહેલા કોંગ્રેસના એક નેતા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: Gujarat Weather: ભરઉનાળે ગુજરાતમાં માવઠું, અનેક વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્ર ચિંતાતૂર
પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ ફટકો
વિગતો મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાને કોંગ્રેસ મુક્ત કરવા ભાજપે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જેઠાભાઇ ભરવાડ સામે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનારા દુષ્યંતસિંહ ચૌહાણ સહિત 72 કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાશે. વિગતો મુજબ, આ ઓપરેશનને વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પાર પાડ્યું છે. ગતરોજ આખી ટીમ સાથે જેઠાભાઇએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આવતીકાલે અમિત શાહની ઉપસ્થિતિમાં પંચમહાલ કોંગ્રેસના આગેવાનો સહીત 72 લોકો કેસરિયા ધારણ કરશે. બે દિવસ અગાઉ તમામે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જ પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
આ પણ વાંચો: SHUBMAN GILL INTERVIEW: GILL એ T20 WORLD CUP ને લઈ કહી મોટી વાત, વર્લ્ડ કપમાં શું નહીં દેખાય?
સુરતમાં ભાજપનું પહેલું કમળ ખીલ્યું
નોંધનીય છે કે, સુરતમાં ચૂંટણી પહેલા જ ભાજપનું કમળ ખીલ્યું છે. નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારો સાથે મળીને ભાજપના મુકેશ દલાલ બિનહરીફ તરીકે જીતાડવા હાથ મિલાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જોકે ઉમેદવારી ફોર્મ રદ થયા બાદથી જ નિલેશ કુંભાણી પોતાના ઘરે નથી અને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો કોંગ્રેસ દ્વારા તેમના પર લોકશાહીના ગદ્દાર હોવાનો આરોપ લગાવતા પોસ્ટર્સ પણ સુરતમાં લાગ્યા છે. જોકે છેલ્લા 5 દિવસથી નિલેશ કુંભાણી ક્યાં ગુમ છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. સુરતમાં AAPના પૂર્વ કોર્પોરેટર નેતા દિનેશ કાછડિયાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે નિલેશ કુંભાણી અને ત્રણેય ટેકેદારો અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે. આ માટે તેમને 15 કરોડ રૂપિયાની રકમ ચૂકવાઈ છે અને નિલેશ કુંભાણી હાલ ગોવામાં જલસા કરી રહ્યા છે.
ADVERTISEMENT
(ઈનપુટ: જયેન્દ્ર ભોઈ, પંચમહાલ)
ADVERTISEMENT