Rajkot: પાટીદારો અને ક્ષત્રિયો પર પરેશ ધાનાણી એવું તો શું બોલ્યા કે BJP પણ વચ્ચે કૂદી પડી? જુઓ આ Video

ADVERTISEMENT

Lok Sabha Elections 2024
પરેશ ધાનાણીના એક નિવેદનથી રાજકારણ ગરમાયું
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પરેશ ધાનાણીના એક નિવેદનથી રાજકારણ ગરમાયું

point

ધાનાણીના નિવેદન પર બોઘરાએ વળતો પ્રહાર કર્યો

point

'પટેલીયાઓએ જ કોંગ્રેસને સત્તામાં બેસાડયા હતા'

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 7 મે 2024ના રોજ મતદાન થવાનું છે. જેના કારણે રાજકીય પાર્ટીઓ પ્રચંડ પ્રચાર કરી રહી છે. રાજનેતાઓ ઉપરા ઉપરી સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે દરેકની નજર રાજકોટ લોકસભા બેઠક પર છે, કારણ કે રાજકોટ (Rajkot)ના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે અને આખો ક્ષત્રિય સમાજ તેમની વિરુદ્ધ થઈ ગયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા સહિત ભાજપનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે હવે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી (Paresh Dhanani)ના એક નિવેદનથી રાજકારણ ગરમાયું છે. 

'પાટીદારો હરખ પદુડા નહીં સમજુ પ્રજા છે'

એક જાહેર સભાને સંબોધતા પરેશ ધાનાણીએ ક્ષત્રિયો અને પાટીદારો પર કટાક્ષ કર્યો હતો, તેમણે ક્ષત્રિય અને પાટીદારોને હરખ પદુડા કહ્યાં હતા. જેના કારણે હવે રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. પરેશ ધાનાણીના નિવેદન પર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા (Bharat Boghara)એ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, 'પાટીદારો હરખ પદુડા નહીં સમજુ પ્રજા છે. પટેલીયાએ જ કોંગ્રેસને સત્તામાં બેસાડયા હતા, પરંતુ કોંગ્રેસની ગુંડાગીરી ભ્રષ્ટાચારને કારણે તેઓ ભાજપમાં ગયા છે, કોંગ્રેસની નીતિ પહેલાથી ભાગલાવાદની રહી છે.'

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું? 

રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક સભા દરમિયાન પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ માટે હરખ પદુડા શબ્દનો પ્રયોગ કર્યો હતો. પરેશ ધાનાણીએ વર્ષ 1995નું ઉદાહરણ આપી કહ્યું કે, 'ભ્રષ્ટાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું ત્યારે પટેલ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બી ને 10 ડોલ પાણી પાયું, વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા, બધા સમાજનો વારો આવી ગયો, બાપુ બચ્યા હતા તો હવે તે પણ ઝપટે ચડ્યા.'

ADVERTISEMENT

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp

    ADVERTISEMENT