Crime News: પિતા જ બન્યો હેવાન!! સગા બાપે સગીર પુત્રી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

ADVERTISEMENT

Crime News
કાળજું કંપાવી નાંખે એવો કિસ્સો
social share
google news

Mehsana Crime News: ગુજરાતમાં મહેસાણામાંથી એક હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના વડસ્મા ગામમાં એક પિતાએ પોતાની 17 વર્ષની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવ્યો હતો. પોતાના સગા બાપે સગીર પુત્રીની ગર્ભવતી બનાવી દીધી હોવાની ફરિયાદ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.  

કાળજું કંપાવી નાંખે એવો કિસ્સો

મહેસાણા તાલુકાના એક ગામની કોલેજ માં કામ કરતા અને કોલેજ સંકુલમાં જ આવેલ ઓરડીમાં રહેતા આધેડ પિતાએ પોતાની 17 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરમાં હાજર કિશોરીને શરૂઆતમાં શારીરિક અડપલા કરનાર પિતાએ હદ વટાવી હતી અને તેની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ મળી છે. પિતાની ધમકીથી ડરીને કિશોરીએ સમગ્ર દુષ્કર્મના મામલે ચૂપકીદી સેવી લીધી હતી. જોકે પેટમાં દુખાવાની ફરિયાદ સાથે જ્યારે મેડિકલ કરાવ્યુ ત્યારે કિશોરી સગર્ભા હોવાનું ખૂલતાં જ પરિવારજનો ચોકી ગયા હતા. કિશોરીની જ્યારે પરિવારે પૂછપરછ કરી ત્યારે તેને પિતાએ પોતાની સાથે દુષ્કર્મ ગુજારીયો હોવાનું કહેતા જ હાજર તમામની હાલત કફોડી બની ગઈ હતી. કિશોરીના ભાઈએ લાઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. 

લાંઘણજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી

આ અંગે લાઘણજ PSI કેસર દેસાઈએ જણાવ્યું હતું કે, કિશોરીને લાંબા સમયથી પેટમાં દુખાવાની અને ઉલટી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી. બહેનની તબિયત ખરાબ જોઈ તેના મોટાભાઈ તેને સારવાર માટે લઈ ગયો હતા. અહીં મેડિકલ તપાસ દરમિયાન હાજર તબીબી તેને સમજાવીને જ્યારે પૂછપરછ કરી ત્યારે તે રડી પડી હતી. કિશોરીએ તેના પિતા એ જ તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું કહેતા તબીબ પણ વિચારમાં પડી ગયા હતા. મેડિકલ ચકાસણી દરમિયાન કિશોરી સગર્ભા હોવાનું ખુલતા તબીબે લાંઘણજ પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

Vadodara: મેડિકલ ઓફિસરને મસાજ માટે ઘરે બોલાવી યુવતીએ કપડા કઢાવ્યા, અચાનક ત્રાટકી નકલી પોલીસ

ઉત્તર પ્રદેશના આધેડે પોતાની સગી પુત્રીને હવસનો શિકાર બનાવી 

કિશોરી ના પિતા મૂળ ઉત્તર પ્રદેશના અમીથી જિલ્લામાં આવેલ દુલારી નગરના રહેવાસી છે. તેમને મહેસાણા તાલુકાની એક કોલેજમાં માળી તરીકે નોકરી મળતા કોલેજ સંકુલમાં આવેલ રહેણાંક ઓરડીમાં તેમની 17 વર્ષની પુત્રી અને 21 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. પુત્ર જ્યારે નોકરીએ ગયેલ હતો તે સમયે એકલતાનો લાભ લઈને પુત્રી ઉપર સતત બેથી વધુ વખત દુષ્કર્મ ગુજારેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

દુષ્કર્મના આરોપીને ઝડપી લેવાયો 

પોતાની સગી પુત્રીને હવસનો શિકાર બનાવનાર પિતા સામે ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે આ બાબતે નોંધાયેલી ફરિયાદને પગલે લાંઘણજ પોલીસે પોતાની સગી પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારનાર પિતાને હાલના તબક્કે અટકાયત કરી કાર્યવાહી કરી છે. તો બીજી બાજુ કિશોરીનું મેડિકલ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ADVERTISEMENT

મહેસાણામાંથી પણ આ પ્રકારનો જ કિસ્સો સામે આવ્યો

મહેસાણાની એક સોસાયટીમાં રહેતી માત્ર 14 વર્ષની કિશોરીને તેના જ પિતાએ સતત છ મહિના સુધી હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ સામે આવી છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અંતર્ગત દુષ્કર્મિ પિતાની પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે. આ સંજોગોમાં માત્ર 15 દિવસના સમયગાળામાં મહેસાણા તાલુકા તેમજ મહેસાણામાં સગા પિતા એ જ પુત્રી ઉપર દુષ્કર્મ કર્યા હોવાના બે કિસ્સા સામે આવ્યા છે.

ADVERTISEMENT

(બાઈલાઇન: કામિનીબેન આચાર્ય)

Bournvita સહિત આ ડ્રિંક્સ પીતા હોય તો ચેતજો! સરકારે ઈ-કોમર્સ વેબસાઈટ પરથી હટાવવાનો આપ્યો આદેશ

    follow whatsapp

    ADVERTISEMENT