Bournvita સહિત આ ડ્રિંક્સ પીતા હોય તો ચેતજો! સરકારે ઈ-કોમર્સ વેબસાઈટ પરથી હટાવવાનો આપ્યો આદેશ

ADVERTISEMENT

 Health Drinks
Bournvita પીતા લોકો સાવધાન!
social share
google news

Health Drinks: સરકારે ઈ-કોમર્સ કંપનીઓને મોટો આદેશ જારી કર્યો છે. સરકારે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટા સહિતના પીણાંને હેલ્થ ડ્રિંક્સની શ્રેણીમાંથી દૂર કરવા આદેશ આપ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક સૂચના દ્વારા આ માહિતી આપી છે.

Bournvita પીતા લોકો સાવધાન!  

સરકારનું આ નિવેદન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) નું નિષ્કર્ષ આવ્યા બાદ આપ્યું છે.  તેમણે જાહેર કર્યું છે કે, ફૂડ સેફ્ટી-સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તેના નિયમો હેઠળ કોઈ પણ હેલ્થ ડ્રિંક્સની વ્યાખ્યા કરવામાં આવતી નથી. ખાદ્ય સુરક્ષા અને ધોરણો દ્વારા પણ આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 10 એપ્રિલે જારી કરાયેલા આ નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ ઈ-કોમર્સ સાઇટ્સ અને પ્લેટફોર્મને બોર્નવિટા સહિત તમામ પીણાંને હેલ્થ ડ્રિંક્સમાંથી દૂર કરવાની સૂચના આપવામાં આવી રહી છે.

'સહન શક્તિની મર્યાદા હોય, હવે દાવાનળ બહાર જઈ રહ્યો છે' કાઠી ક્ષત્રિય સમાજે ભાજપનું ટેન્શન વધાર્યું

હવે એક અલગ કેટેગરી બનાવી પડશે 


FSSAI અનુસાર, માલિકીના ફૂડ લાયસન્સ હેઠળ આવતા ડેરી આધારિત, અનાજ આધારિત અને માલ્ટ આધારિત પીણાં હેલ્થ ડ્રિંક અથવા એનર્જી ડ્રિંકના નામે ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર વેચવામાં આવશે નહીં. આ માટે કંપનીઓએ અલગ કેટેગરી બનાવવી પડશે. એનર્જી ડ્રિંક્સનો ઉપયોગ ફક્ત કાર્બોનેટેડ અને કાર્બોરેટેડ પાણી આધારિત પીણાં માટે જ થઈ શકે છે. આ કાર્યવાહીની મદદથી ગ્રાહકોને પ્રોડ્ક્ટ્સ અંગે કસ્ટમર્સને સાચી માહિતી આપી શકશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

Multibagger Stocks: ડબલ-ટ્રિપલ છોડો... 1 વર્ષમાં 6 ગણા થયા પૈસા, કમાલનો રહ્યો આ શેર!

    follow whatsapp

    ADVERTISEMENT