'સહન શક્તિની મર્યાદા હોય, હવે દાવાનળ બહાર જઈ રહ્યો છે' કાઠી ક્ષત્રિય સમાજે ભાજપનું ટેન્શન વધાર્યું

ADVERTISEMENT

Rupala Controversy
કાઠી ક્ષત્રિય સમાજના સૂર બદલાયા
social share
google news

Rupala Controversy: રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. આ વચ્ચે ગઇકાલે કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપવાની બાબતે વાત કરી હતી. જેને લઈ આજે રાજકોટની ગરાસિયા બોર્ડિંગ ખાતે કાઠી ક્ષત્રિય સમાજના (Kathi Kshatriya) આગેવાનોની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ભાજપ ઓફિસ ખાતે કાઠી સમાજના કેટલાક આગેવાનો દ્વારા ભાજપ અને રૂપાલાને સમર્થન બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

કાઠી ક્ષત્રિય સમાજના સૂર બદલાયા

કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન પ્રતાપભાઇ ખુમાણે કહ્યું કે અમારે અંદરો અંદર કોઇ વિખવાદ નથી. ગઇ કાલે કહેવાયું કે રાષ્ટ્રીય લેવલે મોદીને ધ્યાનમાં રાખીને જતું કરવું જોઇએ પણ મારો સવાલ એ છે કે ભાજપનો કોઇએ વિરોધ કર્યો નથી. અહીં વ્યક્તિનો પણ વિરોધ નથી. અમારા આવેદનપત્રમાં પણ રુપાલા સાહેબ લખવામાં આવ્યું છે.  કોઇ એક વ્યક્તિ સમાજનો ઠેકો ના લઇ શકે. આંદોલન ઉગ્ર ના બને તેની જવાબદારી શિર્ષસ્થ નેતૃત્વની છે. કાઠી ક્ષત્રિય સમાજ પણ ક્ષત્રિય સમાજ સાથે જ છે અને હવે રુપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે.
 

Weather Update: રાજ્યમાં ફરી ગાજવીજ સાથે થશે વરસાદની આગાહી, અંબાલાલે કરી 'માઠી' આગાહી

ગઇકાલની બેઠક રાજકીય પ્રેરિત હતી

પ્રતાપભાઇ ખુમાણે કહ્યું કે, ગઇકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ ભાજપના કાર્યાલયમાં હતી અને આજે અહીં રાજપૂત સમાજનું સ્થળ છે તમે તેના પરથી જ અંતર સમજી શકો છો. આજે મારી સાથે અમરેલીના રજવાડાના પ્રતિનિધી આવ્યા છે. અમે કહીએ છીએ કે ખાલી કમળ ઉભુ રાખો તો પણ સમર્થન આપવા તૈયાર છીએ પણ જે શબ્દો બોલાણા છે તેની ગ્રામ્ય સ્તર સુધી ચોટ લાગેલી છે. માટે અમારો વિરોધ સીધો ઉમેદવાર સાથે જ છે અને અમારી સીધી માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે.

આ પણ વાંચો

ADVERTISEMENT

'માત્ર 5 વ્યક્તિ ભાજપને ટેકો જાહેર કરે તે સમાજનું સમર્થન ન કહેવાય', હવે કાઠી ક્ષત્રિય સમાજમાં પડ્યા બે ફાંટા!

    follow whatsapp

    ADVERTISEMENT