Multibagger Stocks: ડબલ-ટ્રિપલ છોડો... 1 વર્ષમાં 6 ગણા થયા પૈસા, કમાલનો રહ્યો આ શેર!

ADVERTISEMENT

MultiBagger Share
MultiBagger Share
social share
google news

MultiBagger Stocks: એનર્જી સેક્ટરના શેરે રોકાણકારોને એક વર્ષમાં મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. જ્યાં એક વર્ષમાં સેન્સેક્સ માત્ર 25 ટકા વધ્યો છે. બીજી તરફ ઊર્જા ક્ષેત્રની આ કંપનીના શેરે એક વર્ષમાં 497 ટકા વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં, જો કોઈએ એક વર્ષ પહેલાં KPI એનર્જી શેરોમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તે રોકાણ રૂ.6 લાખની આસપાસનું હોત.

KPI એનર્જી સ્ટોક્સે છેલ્લા 6 મહિનામાં 206 ટકા વળતર આપ્યું છે. અને એક મહિનામાં તેમાં 8 ટકાનો વધારો થયો છે. શુક્રવારે તેનો શેર 1.76 ટકા વધીને રૂ. 1,767 પર બંધ થયો હતો. તેનું 52 સપ્તાહનું સર્વોચ્ચ સ્તર 1,890 રૂપિયા પ્રતિ શેર છે. જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 286.80 પ્રતિ શેર છે. KPI ગ્રીન એનર્જીની માર્કેટ કેપ રૂ. 10651 કરોડ છે.

આ પણ વાંચો: 2 થી રૂ.59 પર પહોંચ્યો ભાવ... માત્ર 10 મહિનામાં જ 1 લાખ બની ગયા 28 લાખ! જાણો કઈ છે આ કંપની

આ સ્ટોક હજુ વધશે

મલ્ટિબેગર સ્ટોકમાં શાનદાર તેજી હોવા છતાં, પ્રભુદાસ લીલાધરના ટેકનિકલ સંશોધન નિષ્ણાત વૈશાલી પારેખ માને છે કે સ્ટોકમાં હજુ વધુ અપસાઇડ બાકી છે. KPI ગ્રીનનું સ્ટ્રોંગ સપોર્ટ લેવલ રૂ. 1465 છે અને તે રૂ. 1900ના ટાર્ગેટ માટે સકારાત્મક લાગે છે. ટેકનિકલ અને ડેરિવેટિવ રિસર્ચ ઓશો ક્રિષ્નાએ પણ કહ્યું કે આ સ્ટૉકમાં વધુ ઉછાળાની શક્યતા છે. તેમણે કહ્યું કે આ સ્ટૉકમાં 1800 રૂપિયાથી ઉપરની તેજી જોવા મળી શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ શેર ઓવરબૉટ કે ઓવરસોલ્ડ નથી

KPI ગ્રીન એનર્જીનો શેર 2024માં 85% વધ્યો છે. KPI ગ્રીન એનર્જીનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ 61.8 પર રહ્યો છે, જે ના તો ઓવરબૉટ છે અને ના તો ઓવરસોલ્ડ ઝોનમાં ટ્રેડિંગ કરી રહ્યો છે. મલ્ટિબેગર સ્ટોક 26 ફેબ્રુઆરી, 2024ના રોજ રૂ. 1,895.95ની વિક્રમી ઊંચી સપાટીએ અને 11 એપ્રિલ, 2023ના રોજ રૂ. 286.64ના 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

આ પણ વાંચો: Share market updates: આવતીકાલે શેરબજારમાં શું થશે? નકારાત્મક વૈશ્વિક સંકેતો....અમેરિકામાં પ્રચંડ ફુગાવો

આટલો નફો છેલ્લા ક્વાર્ટરમાં થયો હતો

તમને જણાવી દઈએ કે ગત નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં KPI ગ્રીન એનર્જીના વેચાણમાં 84.21%નો વધારો અને ચોખ્ખા નફામાં 46.87%નો ઉછાળો જોવા મળ્યો છે. પાછલા ત્રિમાસિક ગાળાની તુલનામાં, આવકમાં 53.49% અને નફામાં 45.66%નો વધારો થયો છે. KPI ગ્રીન એનર્જી એ સૌર ઉર્જા ઉત્પાદન કંપની છે, જે 'સોલારિઝમ' બ્રાન્ડ નામ હેઠળ સેવાઓ પૂરી પાડે છે. તે ગ્રાહકોને સૌર ઊર્જા પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ADVERTISEMENT

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT