2 થી રૂ.59 પર પહોંચ્યો ભાવ... માત્ર 10 મહિનામાં જ 1 લાખ બની ગયા 28 લાખ! જાણો કઈ છે આ કંપની

ADVERTISEMENT

Share Market
Share Market
social share
google news

MultiBagger Stock: શેરબજારમાં વધુ એક સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ શેરે માત્ર 10 મહિનામાં જ શાનદાર વળતર આપ્યું છે. ગયા વર્ષે જૂનમાં આ શેર 2 રૂપિયાના ભાવે ટ્રેડ થતો હતો, પરંતુ હવે આ શેર 59 રૂપિયાના ભાવે પહોંચી ગયો છે. આટલું જ નહીં, આ કંપનીના શેરોએ છ મહિનામાં પણ અદ્ભુત વળતર આપ્યું છે. જો કોઈએ 10 મહિના પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે અત્યાર સુધીમાં અમીર બની ગયો હોત.

વર્ષ 2019 થી આ શેર મામૂલી ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ ગયા વર્ષે નવેમ્બર પછી, આ કંપનીના શેરોએ જોરદાર ઉછાળો શરૂ કર્યો અને આજે તે 59 રૂપિયા પ્રતિ શેરના ભાવે પહોંચી ગયો છે. અમે સિનેરાડ કોમ્યુનિકેશન્સ શેર (Cinerad Communications Share) વિશે વાત કરી રહ્યા છીએ, જે ગયા વર્ષથી ગજબ છલાંગ લગાવી રહ્યો છે.

આ પણ વાંચો: 'રૂપાલા હાય-હાય'ના સૂત્રોચ્ચાર સાથે જામનગરમાં રાજપૂત સમાજના યુવાનોએ કાળા વાવટા ફરકાવ્યા

10 મહિનામાં 28 લાખ રૂપિયા!

ગયા વર્ષે 2 જૂને તે રૂ. 2.08 પર હતો અને બુધવારે રૂ. 59.17 પર બંધ થયો હતો. છેલ્લા 10 મહિનામાં આ શેરે 2744 ટકા રિટર્ન આપ્યું છે. આવી સ્થિતિમાં, જો આપણે ગણતરી કરીએ તો, આ સમયગાળા દરમિયાન સિનેરાડ કોમ્યુનિકેશન્સ સ્ટોક્સમાં રૂ. 1 લાખનું રોકાણ કરનારા રોકાણકારોને રૂ. 28 લાખ મળ્યા હશે. આ શેરે છેલ્લા છ મહિનામાં 855 ટકા વળતર આપ્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ત્રણ મહિનામાં ત્રણ ગણાથી વધુ પૈસા

સિનેરાડ કોમ્યુનિકેશન્સ સ્ટોકનું 52-સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 59.17 છે જ્યારે 52-સપ્તાહનું નીચું સ્તર રૂ. 1.99 પ્રતિ શેર છે. આ શેરે આ વર્ષે 2024માં અત્યાર સુધીમાં 269.12% વળતર આપ્યું છે. તેણે એક મહિનામાં 41 ટકા વળતર આપ્યું છે. તેના શેર છેલ્લા પાંચ દિવસથી અપર સર્કિટમાં છે, જેની મર્યાદા 2 ટકા નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024: 26 વર્ષના રવિન્દ્રસિંહ ભાટીએ વધાર્યું ભાજપનું ટેન્શન, હવે ખુદ PM મોદીએ સંભાળી કમાન

કંપની શું કરે છે?

સિનેરાડ કોમ્યુનિકેશન્સ લિમિટેડ ભારતમાં જાહેરાત અને પ્રમોશનલ ફિલ્મો અને ફીચર ફિલ્મોના નિર્માણમાં સક્રિય છે. તે ડિજિટલ વિડિયો એડિટિંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ પણ પ્રદાન કરે છે અને શૂટિંગ માટે સ્ટુડિયો અને HD કેમેરા ભાડે આપે છે. આ સિવાય તેઓ ટીવી સિરિયલો અને રિયાલિટી શો પણ કરે છે. આ કંપનીની સ્થાપના 1986માં કોલકાતામાં થઈ હતી.

ADVERTISEMENT

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT