Megha Engineering: 1200 કરોડનું ચૂંટણી ફંડ આપનાર કંપની સામે CBIએ કેસ દાખલ કર્યો, જાણો શું છે આરોપ
315 કરોડના NISP પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચાર બદલ સ્ટીલ મંત્રાલય અને મેઘા એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આ જાણકારી આપવામાં આવી છે
ADVERTISEMENT
Megha Engineering Corruption Case: 315 કરોડના NISP પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચાર બદલ સ્ટીલ મંત્રાલય અને મેઘા એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે આ જાણકારી આપી છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, તેણે રૂ. 315 કરોડના પ્રોજેક્ટના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર માટે સ્ટીલ મંત્રાલયના NMDC આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટના આઠ અધિકારીઓ સાથે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સામે કેસ નોંધ્યો છે. આ કંપની દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને 1200 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.
આ કંપનીએ 1200 કરોડનું ચૂંટણી ફંડ આપ્યું
તાજેતરમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત ડેટા બહાર આવ્યા બાદ ચર્ચામાં આવી હતી. રાજકીય પક્ષોને દાનની ટોચની 10 યાદીમાં આ કંપની બીજા નંબરની સૌથી મોટી ખરીદનાર તરીકે ઉભરી આવી હતી. તેણે નાણાકીય વર્ષ 2019-20 અને 2023-24 વચ્ચે કુલ રૂ. 966 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. આ અનલિસ્ટેડ ફર્મે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને લગભગ રૂ. 585 કરોડનું મહત્તમ દાન આપ્યું હતું. કંપનીએ BRSને રૂ. 195 કરોડ, DMKને રૂ. 85 કરોડ અને YSRCPને રૂ. 37 કરોડનું દાન આપ્યું હતું. TDP ને કંપની પાસેથી લગભગ 25 કરોડ રૂપિયા મળ્યા જ્યારે કોંગ્રેસને 17 કરોડ રૂપિયા મળ્યા છે.
શું કરે છે આ કંપની?
કંપનીની સ્થાપના 1989માં ઉદ્યોગપતિ પામીરેડ્ડી પિચી રેડ્ડીએ મેઘા એન્જીનિયરિંગ એન્ટરપ્રાઇઝ તરીકે કરી હતી. 2006માં, તેણે તેનું નામ બદલીને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાખ્યું અને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેમ કે ડેમ, નેચરલ ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, પાવર પ્લાન્ટ્સ અને રસ્તાઓમાં સક્રિય થઈ હતી.
ADVERTISEMENT
Crime News: પિતા જ બન્યો હેવાન!! સગા બાપે સગીર પુત્રી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી
ADVERTISEMENT