સાંસદ સભ્ય પદ ગુમાવ્યા બાદ છીનવાયો બંગલો, જાણો શું કહ્યું રાહુલ ગાંધીએ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સંસદમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ રાહુલ ગાંધીને વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે. તેમને આપવામાં આવેલ બંગલો પણ છીનવી લેવામાં આવ્યો છે. બંગલો છીનવી લેવા અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. રાહુલે લોકસભા સચિવાલયને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે,  છેલ્લી ચાર ટર્મથી લોકસભાના સંસદ તરીકે જનતા પ્રત્યેની મારી ફરજ નિભાવી અને અહી વિતાવેલા સમયની મારી પાસે સુખદ યાદો છે. મારા અધિકારો પ્રત્યે પૂર્વગ્રહ રાખ્યા વિના હું તમારા દ્વારા લખવામાં આવેલ પત્રની તમામ વાતનું પાલન કરીશ.

22 એપ્રિલ સુધીનો સમય આપ્યો
રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠર્યા બાદ સરકાર દ્વારા ફાળવવામાં આવેલો બંગલો ખાલી કરવો પડશે. હવે લોકસભા હાઉસિંગ કમિટીએ પણ તેમને આ મામલે નોટિસ મોકલી છે. નોટિસમાં રાહુલને 12 તુગલક રોડ સ્થિત સરકારી બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે તેમને 22 એપ્રિલ સુધીનો સામય આપવામાં આવ્યો છે.

24 માર્ચે ગુમાવી સદસ્યતા
આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ગયા શુક્રવારે એટલે કે 24 માર્ચે રદ કરવામાં આવી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં ગુરુવારે સુરતની કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેના જવાબમાં તેણે ટ્વિટર પર લખ્યું, ‘હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.

આ પણ વાંચો

ADVERTISEMENT

सावरकर के माफी वाला पत्र दिखाते राहुल गांधी

આ પણ વાંચો: મહાઠગ કિરણ પટેલ મુદ્દે કોંગ્રેસનો વિધાનસભામાં કર્યો વિરોધ, અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહારો

ADVERTISEMENT

જાણો શું હતો મામલો
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?’ જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.ત્યારે આ કેસને લઈને 23 માર્ચ, ગુરુવારે સુરતની કોર્ટે 2019માં રાહુલ ગાંધીએ મોદી અટક અંગે કરેલી ટિપ્પણીના મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે નિર્ણયનો અમલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT