મહાઠગ કિરણ પટેલ મુદ્દે કોંગ્રેસનો વિધાનસભામાં કર્યો વિરોધ, અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહારો

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગઈકાલે વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગુજરાતના મહાઠગ કિરણ પટેલ મુદ્દે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં પ્લેકાર્ડ લઇને વિરોધ નોંધાવ્યો હતો.

એક તરફ કિરણ પટેલનો વિવાદ સતત વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે કિરણ પટેલને લઈ સરકારને ઘેરવાનો પર્યાસ કર્યો છે. સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના ધારાસભ્યોએ કિરણ પટેલ મુદે સરકાર પર પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે ડબલ એન્જિન સરકારમાં મહાઠગો વહીવટદાર હોય એવુ આખી દુનિયાએ જોયું.

આ સરકારમાં PMO અને CMOના છુપા આશીર્વાદથી એક મહાઠગ કિરણ પટેલ છેક કમલમથી કાશ્મીર પહોંચ્યો. કમલમથી કશ્મીર સુધીની આ સફરમાં અનેક લોકોને ઠગ્યા તો ખરા પણ PMO ઓફિસના વિઝિટિંગ કાર્ડ બનાવી સૌથી સુરક્ષિત વિસ્તારમાં ઝેડપ્લ્સ સુરક્ષા લઈને ફર્યા. CMOના આશીર્વાદથી જી-20 માટે આઈએસ આપીએસ અધિકારીઓની મિટિંગ બોલાવે, અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવી રોફ જમાવીને આદેશ આપે, સીએમઓ બેઠેલા લોકો અને એમના પરિવારમાં બેઠેલા લોકો આમા ભાગીદાર હોય. આ મહાઠગીના મુદ્દામાં ડબલ એન્જિન સરકારમાં મહાઠગો વહીવટદાર હોય એવુ આખી દુનિયાએ જોયું. ગુજરાતની છબી ખરડાઈ. ગુજરાતની સરકરાની છબી ખરડાઈ, એ મુદ્દાની ચર્ચા કરવા માટે આજે કોંગ્રેસ પક્ષ તરફથી સભા મોકુફી માટે દરખાસ્ત કરાઈ અને ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી જવાબ આપે તેવી માગ કરવાના હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

મહાઠગ કમલમથી છેક કશ્મીર સુધી આખી દુનિયાને છેતરી
116ની નોટિસો આપવાની હતી. ત્યારે આ સરકાર ચર્ચામાંથી ભાગવા માગે છે. PMOઅને CMO શું છુપાવવા માગે છે તો કોંગ્રેસને આખા સત્રમાંથી સસ્પેંડ કરી દેવામાં આવ્યા. ગઈકાલનો બનાવ ખાલી વિરોધનો હતો. અધ્યક્ષે અમને એક દિવસ માટે જ સસ્પેંડ કર્યા હતા.  પણ આ મહાઠગોનો મુદ્દો ચર્ચામાં ન આવે CMO અને PMOની ભાગીદારી ખુલ્લી ન પડે અને દુધનું દુધ અને પાણીનું પાણી ન થાય એટલે અમને આખા સત્ર માટે સસ્પેંડ કરવામાં આવ્યા. ત્યારે મુખ્યમંત્રી જવાબ આપે કે CMO અને PMOના શું આશીર્વાદ છે કે એક મહાઠગ કમલમથી છેક કશ્મીર સુધી આખી દુનિયાને છેતરી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT