ચારધામની યાત્રા પર જઈ રહ્યા છો તો આ ખાસ વાંચો, નહીં તો થશે કેસ

ADVERTISEMENT

Chardham
ચારધામની યાત્રા પર જઈ રહ્યા છો તો આ ખાસ વાંચો
social share
google news

ઉત્તરાખંડ સરકારે ગુરુવારે ચારધામ મંદિરોના 50 મીટરના દાયરામાં રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના મુખ્ય સચિવ રાધા રાતુરીએ જણાવ્યું કે આનાથી તીર્થસ્થળો પર યાત્રા વ્યવસ્થાપનમાં અવરોધ આવી રહ્યો છે. મુખ્ય સચિવે કહ્યું કે વહીવટીતંત્ર એવા લોકો સામે પણ કેસ નોંધશે, જેઓ ચારધામ યાત્રા વિશે રીલ બનાવીને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

રીલ બનાવવા કે વિડિયોગ્રાફી પર પ્રતિબંધ

રાજ્યના મુખ્ય સચિવે કે રાજ્યમાં ચારધામ યાત્રા સુચારૂ રીતે ચાલી રહી છે. ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા કરી છે. પરંતુ એવું જોવા મળી રહ્યું છે કે મંદિર પરિસરમાં રીલ બનાવવાથી કે વિડીયોગ્રાફી કરવાથી અન્ય શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓ પડી રહી છે. સાથે જ તેમની આસ્થાને પણ અસર થઈ રહી છે. મુખ્ય સચિવે કહ્યું કે, તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે ચાર ધામ મંદિર પરિસરની 50 મીટરના દાયરામાં રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

'ભ્રામક રીલ બનાવવી ગુનો'

મુખ્ય સચિવે એમ પણ કહ્યું કે કેટલાક લોકો રીલ દ્વારા ભ્રમ ફેલાવી રહ્યા છે. ભ્રામક જાણકારીની સાથે રીલ બનાવવી એ એક ગુનો છે. જો તમે શ્રદ્ધા સાથે યાત્રા પર જઈ રહ્યા છો તો મંદિરોની પાસે રીલ બનાવવી ખોટી વાત છે. આનાથી એવું પણ પ્રદર્શિત થાય છે કે તમે આસ્થા માટે નથી આવી રહ્યા. તમે તે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છો, જેઓ તેમની આસ્થા માટે અહીં આવી રહ્યા છે. 

ADVERTISEMENT

રાજ્ય સરકારે લીધો સારો નિર્ણયઃ અજેન્દ્ર અજય

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે આ રાજ્ય સરકારનો ખૂબ જ સારો નિર્ણય છે. અમે લાંબા સમયથી આની માંગણી કરી રહ્યા છીએ અને બે-ત્રણ વર્ષથી સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. સમસ્યા એ છે કે આજકાલ ઘણા લોકો ખાસ કરીને યુવાનોને ધાર્મિક સ્થળો પર રીલ બનાવવાની આદત પડી ગઈ છે, જેના કારણે અન્ય યાત્રિકોને તો તકલીફ પડે છે પરંતુ ભક્તો અને પૂજારીઓની લાગણીને પણ ઠેસ પહોંચે છે.

    follow whatsapp

    ADVERTISEMENT