Gujarat Politics: નાફેડની ચૂંટણીમાં ભાજપ સાથે ઈફ્કોવાળી થતા રહી ગઈ, છેલ્લી ઘડીએ મોહન કુંડારીયા બિનહરીફ

ADVERTISEMENT

Mohan Kundariya
Mohan Kundariya
social share
google news

NAFED Election: તાજેતરમાં જ દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને હરાવીને ભાજપના જ જયેશ રાદડિયા વિજેતા બન્યા હતા. ભાજપના જ મેન્ડેટવાળા ઉમેદવારની હારના પ્રત્યાઘાતો હજુ શાંત થયા નથી ત્યાં વધુ એક સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપ સામે જ ભાજપના ઉમેદવારોના આવવાની ઘટના બનતા બનતા રહી ગઈ. નાફેડની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા સર્વ સંમતિથી મોહન કુંડારિયા બિનહરિફ ચૂંટાયા હતા. 

છેલ્લી ઘડીએ કુંડારીયા બિનહરીફ

નાફેડની મંડળી વિભાગની ચૂંટણીમાં મોહન કુંડારીયાની સાથે અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે ઈફ્કોમાં મેન્ટેડવાળા ઉમેદવાર જ હારી જતા આ વખતે ભાજપે આ વખતે કોઈ ઉમેદવારને મેન્ડેટ નહોતું આપ્યું. આ વચ્ચે ગઈકાલે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો અને આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપના મોહન કુંડારિયાને બિનહરિફ જાહેર કરવા સહકારી આગેવાનો દ્વારા ચાર ઉમેદવારનો ફોર્મ પાછું ખેંચવા સમજાવ્યા હતા. આખરે તમામ 4 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. 

ઈફ્કોની ચૂંટણીથી ભાજપે લીધી શીખ

આ બેઠક પર કુલ 210 મતદારો હતા. જેમાંથી બહુમત મતદારો રાજકોટ જિલ્લાના હતા. એવામાં ચૂંટણી થાય તો પણ મોહન કુંડારીયા જીતશે એવું માનવામાં આવતું હતું. એવામાં સહકારી આગેવાનોએ અન્ય ઉમેદવારોને સમજાવીને ફોર્મ પાછા ખેંચાવીને મોહન કુંડારીયાને બિનહરિફ જાહેર કર્યા હતા. જોકે ઉમેદવારોએ ફોર્મ પાછા ન ખેંચ્યા હોત તો ફરી ઈફ્કોની ચૂંટણીની જેમ ફરી એકવાર હોદ્દા માટે ભાજપની આંતરિખ વિખવાદની ઘટના સપાટી પર આવી હોત. એવામાં ભાજપે પણ આ વખતે સહકારી ઉમેદવારોને મેન્ડેટ આપવાનું ટાળ્યું હતું. ત્યારે અંતે મોહન કુંડારીયા બિનહરીફ ચૂંટાતા ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT