SPIPA Admission: UPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉત્તમ તક, SPIPA દ્વારા કરાઇ મહત્વની જાહેરાત
SPIPA Entrance Exam 2024: UPSC સિવિલ સર્વીસીઝ પરિક્ષા માટેની તાલિમ લેવા ઈચ્છુક ઉમેદવારો માટે સુવર્ણ તક સામે આવી છે. UPSC સિવિલ સર્વીસીઝ પરિક્ષાની તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ 2024-25માટેની પ્રવેશ પરિક્ષા માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
SPIPA Entrance Exam 2024: UPSC સિવિલ સર્વીસીઝ પરિક્ષા માટેની તાલિમ લેવા ઈચ્છુક ઉમેદવારો માટે સુવર્ણ તક સામે આવી છે. UPSC સિવિલ સર્વીસીઝ પરિક્ષાની તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ 2024-25માટેની પ્રવેશ પરિક્ષા માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. જેની તમામ માહિતીઓ નીચે મુજબ છે.
SPIPA માં એડમિશનની તક
તાજેતરમાં જ UPSCની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં પાસ થયેલા ગુજરાતના 25 ઉમેદવારો ગુજરાત સરકારની તાલીમ સંસ્થા સરદાર પટેલ ઈન્સિટટ્યૂટ ઓફ પબ્લિક એડમિન્સ્ટ્રેશન(સ્પીપા)માં તાલિમ લીધી હતી. જેથી હવે ફરીથી વર્ષ 2024-25 માટે સ્પીપામાં એડમિશન લેવા માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોટાભાગે તાલિમ માટે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત બહાર જતાં હોય છે. ગુજરાતમાં જ તાલિમ માટે આ ઉત્તમ સંસ્થા કાર્યરત છે. હવે ફરીથી વર્ષ 2024 -25 માટે સ્પીપામાં એડમિશન અપાઈ રહ્યા છે. આ સંસ્થામાં વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે.
અરજી કરવા માટે કેટલી ફી છે?
સ્પીપામાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2025 ની તૈયારી પ્રશિક્ષણ વર્ગ 2024 -25 માટેની પ્રવેશ પરિક્ષા માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. પ્રવેશ પરીક્ષા-૨૦૨4 માં ભાગ લેવા માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પરથી તા.31/05/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. સામાન્ય વર્ગના ઉમેદવારો રૂ.300/- અને અન્ય વર્ગો રૂ.100/- ફી ભરીને અરજી કરી શકશે. ગુજરાતી માતૃભાષા ધરાવતા સ્નાતક અથવા છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થી તેમજ ૨૧ થી ૩૨ વર્ષના ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. http://www.spipa.guj arat.gov.in/ અને ઓજસ વેબસાઇટ પર વિગતવાર જાહેરાત વાંચીને અરજી કરવાની રહેશે, અને પ્રથમ તબક્કામાં લેવાનારી હેતુલક્ષી પરીક્ષાની સંભવિત તારીખ 23/6/2024 રહેશે.
ADVERTISEMENT
How to Apply
ઓનલાઇન અરજીપત્રક ભરવા અંગેનું માર્ગદર્શન ઉક્ત વેબસાઇટના હોમપેજ પર Bottom માં “How to Apply” પર ક્લિક કરી મેળવી શકાશે. જે માટે નીચેની લિંકપર ક્લિક કરવું.
અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2024 : અરજી કરવા માટે અહી ક્લિક કરો
ADVERTISEMENT