Salman Khan ને હોસ્પિટલમાં દાખલ Rakhi Sawant ની થઈ ચિંતા, શેરાને સોંપી મહત્વની જવાબદારી
Salman Khan Worry About Rakhi Sawant Health: ડ્રામા ક્વીન રાખી સાવંતને લઈને આ સમયે તેના ફેન્સ ખૂબ જ પરેશાન છે. તેણીના ગર્ભાશયમાં ગાંઠ હોવાનું બહાર આવ્યું ત્યારથી ફેન્સ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પણ રાખીની તબિયતને લઈને ચિંતિત છે.
ADVERTISEMENT
Salman Khan Worry About Rakhi Sawant Health: ડ્રામા ક્વીન રાખી સાવંતને લઈને આ સમયે તેના ફેન્સ ખૂબ જ પરેશાન છે. તેણીના ગર્ભાશયમાં ગાંઠ હોવાનું બહાર આવ્યું ત્યારથી ફેન્સ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પણ રાખીની તબિયતને લઈને ચિંતિત છે. આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીના પૂર્વ પતિ રિતેશ સિંહે આપી. તેમણે કહ્યું, 'જ્યારથી લોકોને ખબર પડી કે રાખી સાવંત હોસ્પિટલમાં એડમિટ છે, ત્યારથી ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મને સતત ફોન કરીને તેની તબિયત પૂછી રહ્યા છે. આ દરમિયાન શેરાનો મેસેજ પણ આવ્યો છે.'
સલમાન ખાનને ભાઈ માને છે રાખી
રિતેશ સિંહે કહ્યું, 'સવારથી મને ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ ફોન કર્યા છે. તેઓ બધા રાખીની તબિયત વિશે પૂછી રહ્યા છે. આ સિવાય મને ઘણા લોકોના મેસેજ પણ આવી રહ્યા છે. સવારે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનો પણ મેસેજ આવ્યો હતો, જરૂર સલમાન ખાને રાખી તબિયત કેવી છે તેના વિશે શેરા દ્વારા પૂછાવ્યું હશે. સ્વાભાવિક છે કે રાખી સાવંત સલમાન ખાનને ભાઈ માને છે. જ્યારે-જ્યારે ભાઈજાન મુશ્કેલીમાં હોય છે, ત્યારે-ત્યારે રાખી ભાઈજાનના સપોર્ટમાં ઉભી રહે છે. સલમાન ખાને રાખીની ઘણી વખત નાણાકીય મદદ પણ કરી છે.
કેવી છે રાખી સાવંતની તબિયત?
રાખી સાવંત હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. રિતેશ સિંહે જણાવ્યું કે તેના ગર્ભાશયમાં ગાંઠ છે, જેની સારવાર ડોક્ટરો કરી રહ્યા છે. ડોક્ટરને શંકા છે કે તેને કેન્સર હોઈ શકે છે. હાલ તેની હાલત નાજુક છે. રિતેશે એમ પણ કહ્યું કે લોકોને આ ડ્રામા લાગે છે પરંતુ આ હકીત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT