Crime News: સતત બીજા દિવસે અરબ સાગરમાંથી ડ્રગ્સ ઝડપાયું, 173 કિલો ડ્રગ્સ સાથે બે લોકોને દબોચ્યા

ADVERTISEMENT

Drug bust
સુરક્ષા એજન્સીનું સફળ ઓપરેશન
social share
google news

Drug bust: ગુજરાતનો દરિયાકિનારો જાણે ડ્રગ્સ માફિયાઓ માટે હેરાફેરીનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અહીથી અવાર નવાર કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મળવો એ હવે સામાન્ય બનતું જાય છે. ત્યારે આજે ફરી અરબી સમુદ્રમાંથી 173 કિલો ડ્રગ્સ સાથે કોસ્ટગાર્ડ અને  ATS ગુજરાત દ્વારા બે માછીમારોને પકડી પાડવામાં આવ્યા છે.

જૂનિયર-સિનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટા સમાચાર, મોકૂફ રહેલી પરીક્ષાની નવી તારીખ જાહેર

બે દિવસ સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશનમાં, અરબી સમુદ્રમાં 2 ગુનેગારો અને 173 કિલો માદક દ્રવ્યોના જથ્થા સાથે ભારતીય માછીમારી બોટને પકડી પાડવામાં આવી છે. ICG દ્વારા બેક ટુ બેક ઓપરેશનમાં, જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા તાજેતરમાં જ એક પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરવામાં આવી હતી જેમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. 28 એપ્રિલની બપોરે ઊંચા દરિયામાં અન્ય એક મોટી એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.

ગઇકાલે પણ 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો

ગઇકાલે પણ ગુજરાતનાં દરિયાકાંઠા નજીકથી એનસીબી તેમજ કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનને મોટી સફળતા મળી હતી. જેમાં  કરોડો રૂપિયાનાં ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતનાં દરિયા નજીકથી આંરરાષ્ટ્રીટ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ પકડાયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્તચર માહિતીના આધારે એજન્સીઓ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT