Board Result: બોર્ડના પરિણામ પર ચૂંટણીનો ઓછાયો ડિગ્રી ઈજનેરીના પ્રવેશમાં કરશે વિલંબ? જાણો સંપૂર્ણ માહિતી
સરકાર દ્વારા ધો. 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહ પછીની પ્રવેશ પ્રક્રિયા માટે અગાઉ જાહેર કોમન એકેડેમિક કેલેન્ડરમાં 1લી જુનથી 26મી જુન સુધીનો સમયગાળો જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ જો બોર્ડના પરિણામો ચૂંટણી બાદ જાહેર થાય છે તો તે પ્રક્રિયા ખોરવાઈ જશે.
ADVERTISEMENT
Gujarat Board Exam News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈ વિદ્યાર્થીઓ આતુર છે. પહેલા એવી જાણકારી મળી રહી હતી કે, એપ્રિલના અંત સુધીમાં બોર્ડના પરિણામો જાહેર થવાના હતા જોકે, તેની સંભાવનાઓ ઓછી છે હવે પરિણામ ચૂંટણી પુરી થયા બાદ જ જાહેર થાય તેવી પુરી શક્યતા છે. હવે જો બોર્ડ પરિણામો ચૂંટણી બાદ આવશે તો તેની સીધી અસર વિદ્યાર્થીના એડમિશન પ્રક્રિયા પર જોવા મળી શકે છે.
ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ કાર્યક્રમ બદલાશે!
સરકાર દ્વારા ધો. 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહ પછીની પ્રવેશ પ્રક્રિયા માટે અગાઉ જાહેર કોમન એકેડેમિક કેલેન્ડરમાં 1લી જુનથી 26મી જુન સુધીનો સમયગાળો જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ જો બોર્ડના પરિણામો ચૂંટણી બાદ જાહેર થાય છે તો તે પ્રક્રિયા ખોરવાઈ જશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ પહેલા પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ડિગ્રી ઈજનેરીમાં બીજી એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જે ૧૫મી મે સુધી ચાલશે. નિયમ અનુસાર પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને અન્ય પ્રમાણપત્રો-ડોક્યુમેન્ટ સમિટ માટે 15 દિવસ રજિસ્ટ્રેશનના આપવામાં આવે છે. પરંતુ જો હવે પરિણામ ચૂંટણી બાદ જાહેર થાય છે તો એટલે કે 7 મે બાદ આવે છે તો ઈજનેરીનો પ્રવેશ કાર્યક્રમ બદલવો પડશે.
LIC Plan: રોજના 45 રૂપિયા જમા કરો અને મેળવો 25 લાખ રૂપિયા, જુઓ LICની સુપરહિટ પોલિસી
યુજીમાંથી પીજીની પ્રવેશમાં થશે વિલંબ
તો બીજી તરફ સરકારે યુનિ.ઓ માટે જાહેર કરેલ એકેડેમિક કેલેન્ડરમાં આપવામાં આવેલ તારીખ ૧લી જુનથી ર૬મી જુન સુધી યુજી અને પીજીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની વાત છે પરંતુ ૧લી જુનથી જો પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે તો પણ ર૬મી જુન સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે તેવી સ્થિતિ દેખાઈ રહી નથી. જ્યારે યુનિ.ના યુજી પરિણામો પણ થોડા મોડા થશે તેના કારણે પીજી પ્રવેશ પ્રક્રિયા પણ મોડી થઈ શકે છે. સરકારના કોમન પોર્ટલ પર રજિસ્ટ્રેશન બાદ યુનિ.ઓએ મેરિટજાહેર કરવાથી માંડી બેથીંત્રણ પ્રવેશ રાઉન્ડ કરવાના છે ત્યારે તેમાં સમય લાગ તેમ હોવાથી કોમન કેલેન્ડર મુજબ પ્રક્રિયા પૂર્ણ થાય તેવી સ્થિતિમાં નથી.
ADVERTISEMENT
Viral Audio: રૂપાલા વિવાદ પર રાજપૂત વ્યક્તિએ કહ્યું, કંઈ બોલો, હકાભાએ કહ્યું- હું BJPમાં છું
ADVERTISEMENT