PM મોદી ઓક્ટોબરમાં ફરીથી આવશે ગુજરાત પ્રવાસે, જાહેર સભાને સંબોધવા સહિત વિકાસલક્ષી જાહેરાત કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ પણ સુપર એક્ટિવ મોડમાં કામ કરી રહી છે. તેવામાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને ગ્રિન સિગ્નલ આપ્યા પછી ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી 9 અને 10 ઓક્ટોબરના દિવસે રાજ્યની મુલાકાતે આવશે. જ્યાં જાહેર સંબોધનના કાર્યક્રમમાં ભાગ લેવાની સાથે અન્ય કાર્યો પર નજર રખાશે.

PM મોદીના કાર્યક્રમ માટે 4 હેલિપેડ બનાવાશે
વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓ જોરશોરથી આરંભી દેવામાં આવી છે. 32 કમિટિઓની રચના કરીને કામ આગળ વધારાયું છે. ઉલ્લેખનીય છે કે 9 ઓક્ટોબરે તેઓ બહુચરાજીમાં જાહેર સભાને સંબોધશે, જ્યારે આ કાર્યક્રમ માટે 4 હેલિપેડ બનાવાશે. વડાપ્રધાન મોદી લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કર્યા પછી મોઢેરામાં કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા માટે જશે.

  • PM મોદી બહુચરાજી મંદિરના 200 કરોડ રૂપિયાના પ્લાનનું લોકાર્પણ કરશે
  • મહેસાણામાં દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટનું નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે
  • PM મોદી 10 ઓક્ટોબરે આણંદ ખાતે શાસ્ત્રી મેદાનમાં જંગી સભાને સંબોધશે.
  • સંબોધન અંગે અત્યારે તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે.

ADVERTISEMENT

PM મોદીએ જનતાના દિલ જીત્યાં, સભામાં મોડા પહોંચતા સ્ટેજ પર લોકો સામે 3 વાર નમન કર્યું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મોડી રાત્રે આબુ રોડ ખાતેના કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમને જોવા અને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા. ત્યાં પહોંચવામાં વિલંબ થયો હોવા છતાં પીએમએ લોકોને નિરાશ કર્યા નહોતા. વડાપ્રધાને લોકોને કહ્યું મોડો આવ્યો એટલે ક્ષમા કરજો અને ત્રણ વાર નમન કરીને લોકો સામે નમન કર્યું હતું. આ પ્રમાણેની પ્રતિક્રિયા સ્પષ્ટપણે સૂચવે છે કે વડાપ્રધાન મોદી દેશના સર્વોચ્ચ નેતા હોવા છતા એક દમ ડાઉન ટૂ અર્થ છે. ત્યારપછી તેમણે લોકોને શુભેચ્છા પાઠવી અને વિશાળ સભાને સંબોધવા માટે માઈકનો ઉપયોગ પણ કર્યો નહોતો. તેનું કારણ એ છે કે તેઓ રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરવા માંગતા નહોતા.

    follow whatsapp

    ADVERTISEMENT