WEATHER FORECAST: આજથી 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી, તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે

ADVERTISEMENT

WEATHER FORECAST
રાજકોટમાં તાપમાન સૌથી વધુ
social share
google news

Gujarat Heat Wave Alert: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આજથી  4 દિવસ હિટવેવની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવ અનુભવાશે. મે મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જઈ શકે છે. તેમજ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતનાં 8 શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

રાજકોટમાં તાપમાન સૌથી વધુ

હવામાન વિભાગની આગાહી (Weather Forecast) મુજબ, રાજ્યમાં આજથી 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના કેટલાક શહેરોમાં તો ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં (Rajkot) 42 ડિગ્રી, અમદાવાદમાં (Ahmedabad) 41 ડિગ્રી અને ગાંધીનગરમાં (Gandhinagar) 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ જિલ્લાઓમાં ગરમીની લહેર 

ઉપરાંત અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવેલ તો વડોદરામાં (Vadodara) 40 ડિગ્રી, ડીસામાં 38.8 ડિગ્રી, ભાવનગરમાં 39.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી, કેશોદમાં 38.9 ડિગ્રી અને મહુવામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  આગામી 5 દિવસ સુધી એટલે કે 1 થી 5 મે દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર ખાતે ગરમીની લહેર જોવા મળી શકે છે.

ADVERTISEMENT

વૃદ્ઘો-સગર્ભાઓને બહાર ન નીકળવા સલાહ

ગરમીના યેલો એલર્ટની વચ્ચે બપોરના સમયે લોકોને સીધા તકડામાં ન જવા અને ખુલ્લા કપડા પહેરવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે. સાથે જ પ્રેગ્નેન્ટ મહિલાઓ, વૃદ્ધો અને બીમારી ધરાવતા વ્યક્તિઓને તડકામાં બહાર ન નીકળવા સૂચન કરાયું છે.

Morbi: જાહેર મંચ પર ભોઠા પડ્યા ભાજપના MLA કાંતિલાલ અમૃતિયા, આગેવાનોએ સવાલ પૂછતા ચાલતી પકડી

મતદાનના દિવસે ગરમીનો પ્રકોપ રહેશે

આ સિવાય રાજ્યમાં જ્યારે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આગામી 7મી મેના રોજ યોજાનાર મતદાન હાથ ધરાશે. આ દિવસે, ચૂંટણીના દિવસે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી સુધી પહોચશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની અસર જોવા મળશે. દરેક મતદાન મથકે લૂથી બચવા માટેના જરૂરી ઉપકરણ ઉપલબ્ધ કરાવાશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT