Sabarkantha માં ઓનલાઈન મગાવેલું પાર્સલ ખોલતા જ થયો ભયાનક બ્લાસ્ટ, 2નાં મોત, 2 ઈજાગ્રસ્ત
Sabarkantha Blast News: લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠાના વડાલીમાં આવેલા વેડા ગામામાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમાં 2 વ્યક્તિના મોત થઈ ગયા છે, જ્યારે 2 છોકરીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ADVERTISEMENT
Sabarkantha Blast News: લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠાના વડાલીમાં આવેલા વેડા ગામામાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમાં 2 વ્યક્તિના મોત થઈ ગયા છે, જ્યારે 2 છોકરીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારે ઓનલાઈન ઈલેક્ટ્રોનિક વસ્તુ મગાવી હતી. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Morbi: જાહેર મંચ પર ભોઠા પડ્યા ભાજપના MLA કાંતિલાલ અમૃતિયા, આગેવાનોએ સવાલ પૂછતા ચાલતી પકડી
બોક્સ ખોલતા જ બ્લાસ્ટ
વિગતો મુજબ, વડાલીના વેડા ગામે એક વ્યક્તિને ઘરે ઓનલાઈન પાર્સલ આવ્યું હતું. પાર્સલમાં ઈલેક્ટ્રોનિકની વસ્તુ મગાવવામાં આવી હતી. પાર્સલ ઘરે આવ્યા બાદ પરિવારે તેને ખોલતા જ અંદરથી તીવ્ર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે 1 કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે એક દીકરીનું હોસ્પિટલમાં મોત થયું હતું. હજુ પણ અન્ય 2 દીકરીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: 'ચા વાળાએ દેશની ઈકોનોમીને 11 નંબરેથી 5 નંબર પર પહોંચાડી દીધી', આણંદમાં PM મોદીનો હુંકાર
પરિવાર પાર્સલ અંગે પોલીસને શું કહ્યું?
બ્લાસ્ટની ઘટના બનતા જ ઈજાગ્રસ્તોને પહેલા ઈડર અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોની હાલત હાલમાં ગંભીર જણાવાઈ રહી છે. તો પરિવારે ક્યાંથી ઓનલાઈન વસ્તુ મગાવી હતી અને બોક્સમાં શું હતું કે હજુ સુધી સામે આવ્યું નથી. જોકે ચૂંટણી પહેલા જ આ રીતે હિંમતનગરમાં બ્લાસ્ટની ઘટનાથી પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. ડીવાયએસપી, જીલ્લા એલસીબી સહિત વડાલી પોલીસ ઘટનસ્થળે પહોચી વધું તપાસ હાથ ધરી. હાલમાં પરિવાર દ્વારા અજાણ્યા ઈસમ દ્વારા પાર્સલ અપાયું હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT