TMKOC: આખરે 'ટપુ'એ તોડ્યું મૌન, 'તારક મહેતા...' શૉ છોડવાનું જણાવ્યું અસલી કારણ

ADVERTISEMENT

Taarak Mehta Ka Ooltah Chashmah
ટપુએ શા માટે છોડ્યો 'તારક મહેતા...' શૉ
social share
google news

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' ટીવી શૉ ખૂબ જ ફેમસ છે, આ ટીવી શૉ ઘર-ઘર સુધી પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે. તો તારક મહેતા કા ઊલટા ચશ્માની ટપુ સેના ઘર-ઘરમાં પોપ્યુલર છે. આમાં સૌથી વધારે પોપ્યુલર છે ટપુ. આ પાત્ર ભગાઉ ભવ્ય ગાંધી નિભાવતો હતો, પછી મોટા ટપુનું પાત્ર રાજ અનડકટ ભજવવા માંડ્યો. તેણે પાંચ વર્ષ સુધી આ રોલ પ્લે કર્યો, પછી અચાનક એક દિવસ તેણે શૉ છોડવાનો નિર્ણય કર્યો.

રાજ અનડકટે શા માટે છોડ્યો શૉ?

રાજના ફેન્સ જાણવા માંગે છે કે તેણે શા માટે આ શૉ છોડ્યો. લાંબા સમય બાદ રાજ અનડકટે પોતાની યુટ્યુબ ચેનલ પર શૉ છોડવા અંગે ખુલાસો કર્યો છે. રાજે કહ્યું કે, 'હું જ્યાં પણ જાઉં છું, લોકો મને આ જ સવાલ પૂછે છે કે મેં શૉ શા માટે છોડ્યો'

આ પણ વાંચોઃ Morbi: જાહેર મંચ પર ભોઠા પડ્યા ભાજપના MLA કાંતિલાલ અમૃતિયા, આગેવાનોએ સવાલ પૂછતા ચાલતી પકડી

 

ADVERTISEMENT

....તેથી મેં શૉ છોડવાનો લીધો નિર્ણયઃ રાજ

તેણે કહ્યું કે, 'મેં આ શૉમાં પાંચ વર્ષ સુધી કામ કર્યું, મેં શૉના એક હજારથી વધુ એપિસોડ કર્યા. મારી એ સફર સુંદર રહી, પરંતુ મારે એક એક્ટરના રૂપમાં આગળ વધવું છે. હું આ ક્ષેત્રમાં અલગ-અલગ પાત્રમાં જીવવા ઈચ્છું છું અને સાથે જ જિંદગીમાં પણ ઘણી નવી ચીજો જોવા ઈચ્છું છું. આથી મેં આ શૉ છોડવાનો નિર્ણય કર્યો હતો.'

આ પણ વા્ંચોઃ Lok Sabha Elections: ભાજપને મોંઘો પડી શકે છે ક્ષત્રિયોનો ગુસ્સો, આ 10 બેઠકો પર બગાડી શકે છે 'ખેલ'

 

ADVERTISEMENT

કોઈ વિવાદના કારણે નથી છોડ઼યો શૉ

આના પરથી સ્પષ્ટ થયું છે કે રાજ અનડકટે કોઈ વિવાદના કારણે 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' સિરિયલ છોડી નથી. તે લાઈફમાં આગળ વધવા ઈચ્છે છે. નવા પાત્રો નિભાવવા માટે તેણે આ નિર્ણય કર્યો હતો. 

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT