હાથમાં નથી ટકતા પૈસા, તો પર્સમાં રાખો આ 3 વસ્તુઓ; બીજા નંબરની વસ્તુ કંગાળને પણ બનાવી દેશે કરોડપતિ

ADVERTISEMENT

Money Remedies
હાથમાં નથી ટકતા પૈસા!
social share
google news

Money Remedies: તમે ભલે ગમે એટલું કમાતા હોય, જો તમારા હાથમાં રૂપિયા-પૈસા નથી ટકતા, તો આ ધન-સંપત્તિની વૃદ્ધિનું બાધક છે. તો હાથ ખાલી રહેવાથી આર્થિક સમસ્યાઓ વધી જાય છે. જો તમે પણ તે લોકોમાંથી એક છો, જેઓ કહે છે કે, ''મારા હાથમાં પૈસા ટકતા જ નથી'', તો તેનું એક કારણ સમજ્યા વિચાર્યા વગર ખર્ચ કરવાની આદત હોઈ શકે છે. પાકિટમાં પૈસા પડ્યા રહે અને તિજોરીઓ પૈસાથી ભરાયેલી રહે, તે માટે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. અહીં ત્રણ એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી તમને જરૂર લાભ થઈ શકે છે. 

શ્રીયંત્ર 

જ્યોતિષના જણાવ્યા અનુસાર, શ્રીયંત્ર એ માં લક્ષ્મીજીનું પ્રતીક છે. શુક્રવારે માં લક્ષ્મીજીની સામે શ્રીયંત્ર રાખો અને વિધિવત પૂજા કરો. પૂજા કર્યા બાદ શ્રીયંત્રને તમારા પર્સમાં રાખો. જો તમે જાતે પૂજા કરી શકતા નથી, તો તમારે કોઈ બ્રાહ્મણ અથવા જાણકાર જ્યોતિષી પાસેથી શ્રીયંત્રને અભિમંત્રિત કરાવી લેવું જોઈએ. આ પછી જ તેને પર્સમાં રાખવાથી ફાયદો થશે. ટૂંક સમયમાં જ માં લક્ષ્મીની કૃપાથી તમારા હાથમાં પૈસા ટકવા લાગશે.

ભાગ્યની પોટલી

જે લોકોના ખિસ્સામાં પૈસા નથી ટકતા, તેમણે તેમના પર્સમાં 'ભાગ્યની પોટલી' રાખવી જોઈએ. તેનાથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહેશે. ભાગ્યની આ પોટલી બનાવવા માટે લાલ રંગના કપડાના એક નાના ટુકડામાં 7 ઈલાયચી, 2 લવિંગ એક કપૂરનો ટુકડો અને એક તાંબાનો સિક્કા નાખીને ગાંઠ બાંધી લો. આ પોટલીને તમારા તમારા પર્સમાં રાખો. જલ્દી તમને તેના પ્રભાવથી લાભ થશે. તેને ઘર અથવા દુકાનની તિજોરીમાં રાખવાથી પણ લાભ થાય છે.  

ADVERTISEMENT

ગોમતી ચક્ર

જો પૈસા હાથમાં પૈસા ન ટકતા હોય તો ગોમતી ચક્રને પર્સમાં રાખવું જોઈએ. આ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ છે, એટલે કે તેને પર્સમાં રાખવાતી બંને દેવી-દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયા અને ધનતેરસના દિવસે તેને ઘરે લાવવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. શુભ મુહૂર્ત જોઈને તમે ગુરુવાર અને શુક્રવારે પણ આ ઉપાય કરી શકો છો.


નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે અને માત્ર માહિતી માટે જ આપવામાં આવી રહી છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT