Board Result: આ વખતે પહેલા 12 સાયન્સ, પછી ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.10નું પરિણામ જાહેર થશે
Gujarat Board Exam News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની વાલીઓ અને વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીના કારણે આ વખતે પરિણામ થોડું મોડું આવશે તેવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા.
ADVERTISEMENT
Gujarat Board Exam News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની વાલીઓ અને વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીના કારણે આ વખતે પરિણામ થોડું મોડું આવશે તેવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા. હવે મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોર્ડનું પરિણામ 20મી મે સુધીમાં જાહેર થઈ શકે છે.
ક્યારે આવી શકે બોર્ડનું પરિણામ?
ગુજરાત બોર્ડમાંથી 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધો.10ની પરીક્ષા આપી હતી. હવે વિગતો સામે આવી રહી છે કે, પહેલા ધો.12 સાયન્સનું પરિણામ આવી શકે છે. આ બાદ ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.10નું પરિણામ જાહેર કરવાની તૈયારીમાં બોર્ડ લાગ્યું છે. ત્રણેય પરિણામ 20મી મેં પહેલા જાહેર થઈ શકે છે.
14 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી એક્ઝામ
તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડની 10મી અને 12મી બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી લેવાઈ હતી જે 26મી માર્ચ સુધી ચાલી હતી. આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો હતો. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે.
ADVERTISEMENT
ધોરણ 10ના પરિણામના પાછલા વર્ષોના આંકડા
વર્ષ | છોકરીઓ | છોકરાઓ | કુલ પરિણામ |
2023 | 70.62% | 59.58% | 64.62% |
2022 | 59.92% | 71.66% | 65.18% |
2021 | માસ | પ્રમોશન | કોરોના કાળ |
2020 | 66.02% | 56.53% | 60.64% |
2019 | 72.64% | 62.83% | 66.97% |
2018 | 60.63% | 45.88% | 67.50% |
2017 | 73.33% | 64.69% | 68.24% |
2016 | 85.29% | 84.62% | 86.69% |
ADVERTISEMENT