ગોધરા, મહેમદાવાદ પછી પ્રાંતિજમાં પણ ગમે ત્યારે થઈ જશે અંધારુંઃ કારણ કે…

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ હમણાં જ થોડા સમય પહેલાની જ વાત છે કે જ્યારે ગોધરામાં પણ એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે ગમે ત્યારે ગોધરા અંધારપટમાં છવાઈ જાય, બસ આવી જ સ્થિતિ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ થવાની સંપૂર્ણ શક્યતા છે. આવું જ કાંઈક મહેમદાવાદમાં પણ થયું છે. જોકે આપને અહીં જણાવી દઈએ કે આ કોઈ ખગોળીય ઘટના નથી પરંતુ આ માનવસર્જીત ગેર વહીવટ અને ઉદાસિનતાનું પરિણામ છે. સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાએ દેવાદાર પાલિકા તરીકે જાણે કે રેકોર્ડ કરવાનો હોય તેમ છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજબિલ કપાતા હવે સ્થાનિકો સહિત વિપક્ષ માટે પણ પાલિકાનો વહીવટી ચર્ચાના એરણે પહોંચ્યો છે. જોકે આગામી સમયમાં ગાંધીજીના માર્ગનું અલ્ટીમેટમ પણ આપી ચૂકી છે, તો બીજી તરફ આગામી છ દિવસમાં વીજ બિલ ન ભરાય તો ફરી એકવાર નોટિસ સહિત વીજ કનેક્શન કાપવાની ચીમકી ઉચ્ચારી છે.

અત્યાર સુધી ચાર વખત કનેક્શન કાપ્યા પણ ન સુધર્યા
સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકા એ છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે. જે અંતર્ગત રોજ 82 લાખથી વધારેનું વીજ બિલ થઈ જતા પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પ્રાંતિજ પાલિકાના સ્ટ્રીટ લાઈટ સહિતના 35 થી વધારે કનેક્શન કાપી નાખ્યા હતા. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે પાંચ લાખ જેટલી રકમ ભરી હાલ વીજ કનેક્શન શરૂ કરાયું છે, પરંતુ એક તરફ પ્રાંતિજ નગરપાલિકામાં 60% થી વધારે ટેક્સની રકમ નિયમિત રીતે ભરપાઈ થઈ રહી છે તો બીજી તરફ અણઘડ વહીવટ થતો હોવાની વાત પણ વિપક્ષ દ્વારા કરાઈ રહી છે.

મોરબીઃ ઝુલતા પુલની ઘટના મામલે જયસુખ પટેલે માગ્યા આગોતરા જામીન

‘ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ દ્વારા મસ મોટો ભ્રષ્ટાચાર’
પ્રાંતિજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મોસીન વકીલે જણાવ્યું હતું કે, હાલમાં ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ પબ્લિકના પૈસે મસ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જેમનો ભોગ પ્રાંતિજની તમામ જનતા ભોગવી રહી છે. હાલમાં આ મામલે યોગ્ય વહીવટ સાથે ગટર કનેક્શન ન હોય તેવા લોકોને પણ વધારાનો વીજવેરો ફટકારી દેવાયો છે. જો તાત્કાલિક ધોરણે તે દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. સાથોસાથ પ્રાંતિજ નગરપાલિકા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ દેવું ધરાવનારી પાલિકા બની રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે દેવામુક્ત નગરપાલિકા બનાવવા રજૂઆત કરે છે. જોકે આગામી સમયે આ મામલે કોઈ પગલાં ન લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવા ચીમકી આપી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

મહેમદાબાદમાં અંધારું
મહેમદાબાદમાં અંધારું

અમદાવાદમાં નિકોલના કોર્પોરેટરને લોકોએ માર માર્યાના CCTV આવ્યા સામે- જુઓ

26મી જાન્યુઆરી આખરી તારીખ
જોકે એક તરફ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સુગડ વહીવટની વાતો કરાઈ રહી છે તો બીજી તરફ પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પાછલા બે વર્ષમાં ચાર વખત વીજ કનેક્શન કપાયાની સાથોસાથ 82 લાખ જેટલું લાઈટ બિલ બાકી હોવાની રજૂઆત કરાઈ છે. આગામી 26 જાન્યુઆરી સુધીમાં જો વીજ બીલ ન ભરાય તો ફરી એકવાર UGVCLના ધારા ધોરણ મુજબ નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલના તબક્કે ગતરોજ રૂપિયા 5 લાખ જેટલી રકમ તાત્કાલિક ધોરણે ભરાયાના પગલે કપાયેલું વીજ કનેક્શન હંગામી ધોરણે શરૂ કરાયું છે, ત્યારે આગામી છ દિવસમાં જો વીજબિલ નહીં ભરાય તો પ્રાંતિજ નગરપાલિકાનું વધુ એકવાર વિજ કનેક્શન કપાશે તે નક્કી છે.

આગામી પરિણામો સમય જ બતાવશે
જોકે એક તરફ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સહિત પાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા છેવાડાના વ્યક્તિના વિકાસ માટે કરોડો રૂપિયાનું ભંડોળ આપવામાં આવે છે. તો બીજી તરફ સ્થાનિક કક્ષાએ અયોગ્ય વહીવટ સહિત ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હોવાના પગલે સ્થાનિક જનતાએ પણ ભોગવવું પડતું હોય છે. ત્યારે આગામી સમયમાં પ્રાંતિજ નગરપાલિકાની જનતાએ પાલિકામાં ચાલતા વહીવટના પગલે કેવા અને કેટલા પરિણામો ભોગવવા પડશે એ તો સમય જ બતાવશે.

ADVERTISEMENT

પઠાણ ફિલ્મ રીલીઝ મામલે ધમકી આપનાર સન્ની શાહની અટકાયત, જાણો શું છે મામલો

મહેમદાવાદમાં છવાયું અંધારું
મહેમદાવાદ અને ખેડા નગર પાલિકાએ ત્રણ વર્ષ ઉપરાંતથી MGVCLનું વીજ બિલ નહી ભરતા વીજ કંપનીએ શહેરની સ્ટ્રીટ લાઈટના વીજ કનેક્શન કાપી નાંખ્યા છે. MGVCL દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં પાલિકા દ્વારા બાકી બીલ નહીં ભરતા MGVCL દ્વારા શહેરમાં મુખ્ય રસ્તા પરના સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખ્યા છે. જેના કારણે સાંજ બાદ અંધારપટ્ટ છવાયો હતો. સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાતા 1 લાખ લોકોને અંધારપટ ભોગવવાનો વારો આવ્યો હતો. થોડા સમય અગાઉ સ્ટ્રીટ લાઈટનું અંદાજીત રૂ.8 લાખ જેટલું બીલ પાલિકા દ્વારા ભરવામાં આવ્યું હતુ. પરંતુ શહેરમાં આવેલા પાણીના બોર સહિત 29 મિલકતોનું રૂ.3.48 કરોડ લાઇટ બિલ ચઢી ગયું હતું. પાણીના બોર આવશ્યક સેવામાં આવતા હોઈ MGVCL દ્વારા બોરના બદલે સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાંખ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT