ડીસામાં ગૌશાળાએ જતી ટ્રકો રોકાવીને ગૌરક્ષકોનો પોલીસની ટીમ પર હુમલો, કોલર પકડીને યુનિફોર્મ ફાડ્યા

ADVERTISEMENT

deesa police
deesa police
social share
google news

Banaskantha News: ડીસા-પાટણ હાઈવે પર જુના ડીસા ગામ પાસે ગૌશાળાએ લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતી SRP જવાનોની ટીમ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં રખડતા પશુઓને પકડીને તેમને હાઈકોર્ટના હુકમના આધારે જુનાડીસા ખાતેની ગૌશાળાએ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ગૌરક્ષકોએ પશુ ભરેલી ટ્રકને રોકી હતી અને પોલીસકર્મીઓને માર મારીને તેમના કપડા પણ ફાડી નાખ્યા હતા. આ અંગે ડીસા પોલીસ સ્ટેશનમાં 3 હુમલાખોર યુવકો સામે ફરિયાદ નોંધીને તેમની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: મતદાનના દિવસે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી, મતદાન મથક પર કુલરથી માંડીને ORS સુધીની તમામ વ્યવસ્થા

અમદાવાદથી પકડાયેલા ઢોરને ગૌશાળા લઈ જવાતા હતા

વિગતો મુજબ, અમદાવાદ શહેરમાંથી પકડાયેલા રખડતા 31 ઢોરને 4 ટ્રકમાં SRP જવાનોની સુરક્ષામાં જૂના ડીસા પાસેની રાધેક્રિષ્ણા ગૌશાળામાં પહોંચાડવામાં આવી રહ્યા હતા. ટ્રક જૂના ડીસા પાસેથી પસાર થતા જ ત્રણ શખ્સોએ ટ્રકોને રોકાવી હતી અને SRP જવાનો સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી. યુવકોએ પોતે જીવદયાપ્રેમીઓ હોવાનું કહીને SRP જવાનો પશુઓને કતલખાને લઈ જઈ રહ્યા છે હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup માટે USAએ જાહેર કરી 15 સભ્યોની ટીમ, ગુજરાતી ક્રિકેટરને બનાવ્યો ટીમનો કેપ્ટન

3 હુમલાખોરોની પોલીસે કરી અટકાયત

પોલીસકર્મીઓ દ્વારા યુવકોને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તેમની સાથે મારામારી કરીને તેમના કપડા ફાડી નાખ્યા હતા. ઘટનાને લઈને ડીસા પોલીસ તરત સ્થળ પર પહોંચી હતી અને હુમલો કરનારા ત્રણેય શખ્સો સની દશરથભાઈ પ્રજાપતિ, અનિલસિંહ નારણજી રાજપુત અને અશોક ઈશ્વરભાઈ ભાટીની અટકાયત કરી હતી. ત્રણેય સામે ડીસા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT