મોરબીઃ ઝુલતા પુલની ઘટના મામલે જયસુખ પટેલે માગ્યા આગોતરા જામીન

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાની ઘટના તો યાદ હશે ને? 135 લોકોના મોત થયા હતા અને દિવસો સુધી લોકોની શોધખોળ ચાલી હતી. આ કેસમાં જે ઓરેવા કંપની પાસે મહેરબાનોને કારણે બ્રિજ સમારકામની જવાબદારી હતી તે કંપનીના કર્તાહર્તા એવા જયસુખ પટેલ લાંબો સમયથી ક્યાં છે કોઈને પત્તો નથી, ભલ ભલા ઈન્ટેલિજન્ટ્સ પાછા પડી રહ્યા છે આ એક જયસુખ પટેલને શોધવામાં ત્યારે આજે મોરબી સેસન્સ કોર્ટમાં જયસુખ પટેલે કોર્ટ પાસે પોતાના આગોતરા જામીન માટેની અરજી કરી છે. આ સંદર્ભે હવે આગામી દિવસમાં કોર્ટ શું નિર્ણય કરશે તે પણ સામે આવશે.

બનાસકાંઠાઃ મહેસૂલ વિભાગમાં લાગવગિયા 15 વર્ષથી એક જ તાલુકામાં: 4 ઝોનમાં હેડ ક્વાર્ટર બદલીઓમાં પોલમપોલ

શું હતી ઘટના
30 ઓક્ટોબરે સાંજે મોરબીમાં 140 વર્ષ જૂનો ઝુલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેના કારણે મચ્છુ નદીમાં પડી જવાના કારણે 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે તેનાથી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ બ્રિજનો કોન્ટ્રાક્ટ મોરબી નગરપાલિકાએ ઓરેવા ગ્રુપને આપ્યો હતો, જેણે બ્રિજનું સમારકામ કર્યા બાદ તેને કોઈપણ મંજૂરી વિના ખુલ્લો મુકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ આ ઘટનામાં કંપનીના મેનેજરથી લઈ સિક્યુરિટી ગાર્ડ્સ સુધી 9 લોકો સામે ફરિયાદ હતી.

અમદાવાદમાં નિકોલના કોર્પોરેટરને લોકોએ માર માર્યાના CCTV આવ્યા સામે- જુઓ

જયસુખ ગુજરાત પોલીસના ઈન્ટેલિજન્ટ્સ કરતાં પણ આગળ નીકળ્યો
જયસુખ પટેલ જ્યારથી આ ઘટના બની ત્યારથી કેવી રીતે અને ક્યાં સરકી ગયો તેની કોઈને જાણ ન હતી. શક્ય છે કે તેના મળતિયાઓને જાણ હોય પરંતુ આખરે તો પોલીસના હાથે તે લાગ્યો જ નથી. લાંબો સમય વિતવા છતા જયસુખ જાણે ગુજરાત પોલીસના ઈન્ટેલિજન્ટ અધિકારીઓ કરતાં પણ હોશિયાર હોય, બે પાવડા વધુ ચલાવે તેવો નીકળ્યો અને હજુ સુધી જાણે પોલીસને હંફાવી રહ્યો છે તેમ પોલીસના સકંજામાં આવ્યો જ નથી. આ મામલામાં જયસુખે સેસન્સ કોર્ટ મોરબીમાં આગોતરા જામીન મુક્યા છે. આગોતરા જામીન મામલે આવતીકાલે સુનાવણી થવાની છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)

    follow whatsapp

    ADVERTISEMENT