પઠાણ ફિલ્મ રીલીઝ મામલે ધમકી આપનાર સન્ની શાહની અટકાયત, જાણો શું છે મામલો

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: બોલિવૂડમાં લાંબા સમય બાદ ફરીથી કમબેક કરી રહેલા કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મના સોન્ગમાં ‘ભગવા બિકિની’ને લઈને શરૂ થયેલો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ફરીથી પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે. આટલું જ નહીં દીપિકા પાદુકોણેના જૂતાનો હાર પહેરાવીને તેનું પૂતળું બાળ્યું હતું. ત્યારે એક તરફ આ ફિલ્મનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે.  સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈ ધમકી આપનાર વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હવે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપી સન્ની ગીરીશભાઇ શાહની અટકાયત કરવામાં આવી છે.

હાલના ટેક્નોલોજી યુગમાં મોટા પ્રમાણમાં લોકો ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઇમેલ, ન્યુઝ મીડીયા જેવા સોશીયલ મીડીયાના માધ્યમનો ઉપયોગ કરી જુદા જુદા ધર્મના લોકો વચ્ચે વૈમનશ્ય પેદા થાય, અને જાહેર સુલેહશાંતિનો ભંગ થાય તેવા મેસેજ, વીડીયો, લખાણ લખી સોશીયલ મીડીયામાં વાયરલ કરી શાંતિમય વાતાવરણને ડહોળવાનો પ્રયત્ન કરતા હોય આવી ગુનાહિત પ્રવૃતિ કરનાર ઇસમ બાબતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા   આરોપી સન્ની ગીરીશભાઇ શાહ,ની અટકાયત કરવામાં આવી છે.

આરોપી હિન્દુ રક્ત પરિષદ નામની સંસ્થા ચલાવે છે
આરોપી સન્ની ગીરીશભાઇ શાહ ધોરણ-12  નાપાસ સુધી અભ્યાસ કરેલ છે. અને છેલ્લા ચાર મહિનાથી કેફે ચલાવી વેપાર ધંધો કરે છે. અને છેલ્લા ચાર વર્ષથી હિન્દુ રક્ત પરિષદ નામની સંસ્થા સ્થાપી સનાતન હિન્દુ સંસ્કૃતિ અને સનાત્મ હિન્દુ ધર્મનો પ્રચાર સોશીયલ મીડીયાના માધ્યમથી કરે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

બજરંગ દળે આપી છે આ ધમકી 
પઠાણ ફિલ્મ રીલીઝ અંગે  બજરંગ દાળના અધ્યક્ષ જ્વલિત મહેતાએ કહ્યું કે આવનાર 25 તારીખે પઠાણ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. જેમાં દિપીકા પાદુકોણ દ્વારા ન શોભે તેવા ભગવા રંગના કપડાં પહેરી અને બે શરમ રંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી હિન્દુ ધર્મનું અપમાન થયું છે. બજરંગ દળ કોઈ પણ સંજોગે આ અપમાન સહન નહીં કરે. આ સીન હટાવી દેવામાં આવ્યો હોય તો પણ બજરંગ દળ વિરોધ કરશે. કારણ કે બોલીવુડમાં આ એક ફેશન બની ચૂક્યું છે. હિન્દુ ધર્મનું અપમાન કરો એવી ફિલ્મ બનાવો. અને પાછળથી માફી માંગી લો. એટલે આ પ્રમોશનનું માધ્યમ બની ગયું છે. કોઈ પણ સંજોગોમાં આ ફિલ્મ રીલીઝ નહીં થવા દે. અને આ ફિલ્મમાં જે અશ્લીલ ફિલ્મ કપડાં પહેર્યા છે તેનાથી લોકોમાં વિકૃતિ જાગે છે અને તેનાથી કોઈપણ સમાજની દીકરી ભોગ બની શકે છે. બજરંગ દળ તેમની રક્ષા કરવા કટિબદ્ધ છે. બજરંગ દળ કોઈ પણ ભોગે હિન્દુ સનાતન ધર્મની રક્ષા માટે સરકારના સન્માન માટે આ ફિલ્મ રીલીઝ નહીં થવા દે.

આ પણ વાંચો: ડ્રગ્સનું દૂષણ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યું, સિદ્ધપુરથી 1.31 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ADVERTISEMENT

ફિલ્મમાં ‘બેશરમ રંગ’ સોન્ગને લઈને શરૂ થયો હતો વિવાદ
 ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું ત્યારથી જ તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પહેલા સુરત તથા વડોદરામાં પણ વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને થિયેટરમાં જઈને પઠાણ ફિલ્મના પોસ્ટર્સ ઉતારીને ફાડી નાખ્યા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી 25મી જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તેને ગુજરાતમાં રિલીઝ કરાશે કે નહીં અને જો રિલીઝ કરાશે તો પછી વીએચપી અને બજરંગદળ કેવા પ્રકારનો વિરોધ કરે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT