જામનગરના અસ્મિતા સંમેલનમાં હજારો ક્ષત્રિયો ઉમટ્યા, 'જય ભવાની, ભાજપ જવાની'ના નારા લાગ્યા
Jamnagar News: પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ટિકિટ ન કપાતા ક્ષત્રિયો દ્વારા ભાજપનો ગામે ગામમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે રાજકોટના ખોલડધામમાં ધર્મરથ પહોંચ્યાના બીજા દિવસે હવે ક્ષત્રિયોએ જામનગરમાં મોટું સંમેલન બોલાવીને ભાજપને હરાવવાનો હુંકાર કર્યો હતો.
ADVERTISEMENT
Jamnagar News: પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ટિકિટ ન કપાતા ક્ષત્રિયો દ્વારા ભાજપનો ગામે ગામમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે રાજકોટના ખોલડધામમાં ધર્મરથ પહોંચ્યાના બીજા દિવસે હવે ક્ષત્રિયોએ જામનગરમાં મોટું સંમેલન બોલાવીને ભાજપને હરાવવાનો હુંકાર કર્યો હતો. અહીંથી ક્ષત્રિયોએ નારા લગાવ્યા હતો કે, જય ભવાની, 7 તારીખે ભાજપ જવાની.
જામનગરમાં ક્ષત્રિય સમાજની ગર્જના
કાર્યક્રમમાં કરણસિંહ ચાવડાએ કહ્યું કે, પરષોત્તમ ભાઈ તમે ભૂલ કરી હતી તો આ 90 સંસ્થા હતી. અમારી માતા-બહેનો હતી. તમે ગોતા ભવન આવી જવાનું હતું, કોઈ ધર્મગુરુની માફી માંગી લેવાની હતી તો સમાજ તમને માફ કરી દેત. પણ તમે ત્યાં જઈને તમારી અક્કડ બતાવી. ત્યાં જઈને એવું બોલ્યા કે મારો રેકોર્ડ રહ્યો છે કે હું એકવાર બોલું પછી એ મારું વાક્ય પાછું ખેંચતો નથી. પણ મારા ભાજપને નુકસાન થાય છે એટલે માફી માંગું છું. તો આ માફી કહેવાય? જામનગરના કરંટને તાળીઓથી વધાવો.
ADVERTISEMENT
'મને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે'
તો કાર્યક્રમમાં પી.ટી જાડેજાએ કહ્યું કે, રાજપૂતાણી ગામમાં કરિયાણાની દુકાને ન જાય એ રોડ પર ઉતરી આવી છે તો આ પરિણામ તો મળવું જોઈએ. અત્યારે મને ઘણી બધી તકલીફો છે. મને ગોંડલથી જાનથી મારી નાખવાની ધમકી આવે છે. અત્યારે 24 કલાક IB મારા ઘરે હોય છે. હું કંઈ છુપો રૂસ્તમ નથી, હું સિંહ છું. સંમેલનમાં કોંગ્રેસ નેતા અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે જામનગરમાં PM મોદીએ સભા યોજી હતી અને અર્જુન મોઢવાડિયા તથા પૂનમ માડમ માટે વોટ માગ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન PMએ ક્ષત્રિય સમાજના બલિદાનને પણ યાદ કર્યું હતું અને જામ સાહેબના હાથે પાઘડી પણ પહેરી હતી. જોકે આજે યોજાયેલા સંમેલનમાં ક્ષત્રિય સમાજે ફરી ભાજપ વિરોધી મતદાનનો સૂર રેલાવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT