ભરૂચમાં પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીનો પોતાના ફાયરિંગ કરી આપઘાત, કારણ અકબંધ

ADVERTISEMENT

Bharuch News
Bharuch News
social share
google news

Bharuch News: ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. અહીં પોલીસ કમાન્ડોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ પોતાના જ હથિયારથી ગોળી મારીને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે હજુ સુધી પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ છે. 

ક્વાર્ટરમાં કમાન્ડોનો આપઘાત

વિગતો મુજબ, ભરૂચમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ વાળાએ પોતાના પર જ ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો. 2 રાઉન્ડ ફાયરિંગમાં સારવાર મળતા પહેલા જ પોલીસકર્મીનું મોત થઈ ગયું હતું. પોલીસકર્મીના આપઘાતની માહિતી સામે આવતા જ ઉચ્ચ પોલીસકર્મીનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. ઘટનાને પગલે નાયબ પોલીસ અધીક્ષક અને પોલીસ હેડ ક્વાર્ટરના અધિકારીઓએ ત્યાં પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.  

પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધ્યો

સમગ્ર બનાવ પર ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી શરૂ કરી છે. જોકે હજુ સુધી આ ઘટનાને લઈને પોલીસનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. બીજી તરફ કમાન્ડોએ શા માટે આપઘાત કરી લીધો તેનું પણ કારણ જાણી શકાયું નથી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT