Ahmedabad ના ખ્યાતનામ ડોક્ટરના દીકરાએ સર્જ્યો અકસ્માત, પોલીસે ભોગ બનનારને કહ્યું- સમાધાન કરી લો
અમદાવાદમાં ડોક્ટરના દીકરાએ સર્જ્યો અકસ્માત 2 કાર અને રેસ્ટોરન્ટના બોર્ડને મારી ટક્કર કારના માલિકે પોલીસે પર લગાવ્યો ગંભીર આક્ષેપ Ahmedabad Accident News: અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર…
ADVERTISEMENT
- અમદાવાદમાં ડોક્ટરના દીકરાએ સર્જ્યો અકસ્માત
- 2 કાર અને રેસ્ટોરન્ટના બોર્ડને મારી ટક્કર
- કારના માલિકે પોલીસે પર લગાવ્યો ગંભીર આક્ષેપ
Ahmedabad Accident News: અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર થોડા મહિના અગાઉ તથ્ય પટેલે બેફામ જેગુઆર કાર ચલાવીને 10 લોકોના જીવ લીધા હતા. આ અકસ્માતને પગલે ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.જે બાદ નબીરા તથ્યને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ પણ જાણે નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને ફુલ સ્પીડમાં વાહન હંકારીને બીજાના જીવ જાખમમાં મૂકી રહ્યા છે. આ દરમિયાન વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના જાણીતા ડોક્ટરના દીકરાએ પુર ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ 2 કારને નુકસાન થયું છે. આ મામલાને પોલીસ દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ડૉક્ટર પંકજ પટેલના દીકરાએ સર્જ્યો અકસ્માત
અમદાવાદ શહેરના રાજપથ ક્લબની પાછળ આવેલ રસિલા કિચન પાસે ગઈકાલે રાત્રે એક યુવકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને પાર્ક કરેલી કાર અને રસિલા કિચન રેસ્ટોરાના બોર્ડને ટક્કર મારી હતી. જેથી રસિલા કિચનના બોર્ડને નુકસાન થયું હતું. જે બાદ યુવક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર યુવક ડૉક્ટર પંકજ પટેલનો દીકરો હોવાનું સામે આવ્યું હતું.
કાર માલિકનો પોલીસ પર ગંભીર આક્ષેપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે કારને નુકસાન થયું તેના માલિકે પોલીસ પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેઓના જણાવ્યા અનુસાર, પોલીસ યુવક સામે કાર્યવાહી ન કરવા અને સમાધાન કરી લેવા માટે દબાણ કરી રહી છે. અકસ્માત સર્જનાર ડોક્ટરના દીકરાને અમેરિકા જવાનું હોવાથી કેસ ન કરવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો કારના માલિકે આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
પોલીસની કામગીરી પર ઉભા થયા સવાલો
ડોક્ટરના દીકરાને અમેરિકા જવામાં નડતર ન થાય તે માટે સમાધાનનું દબાણનો આરોપ પર લગાવવામાં આવી રહ્યો છે. કાર માલિકના આક્ષેપ બાદ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છેકે પોલીસનું કામ ગુનો નોંધીને તપાસ કરવાનું કે સમાધાન કરાવવાનું?, શું વગદાર લોકો ગેમે તેવો ગુનો કરશે તો પણ પોલીસ કાર્યવાહી નહીં કરે? ભોગ બનનાર પર દબાણ કરવું એ કેવી નીતિ?, શા માટે બેફામ કાર ચલાવતા નબીરાઓ સામે પોલીસ હંમેશા રહે છે નરમ?
ADVERTISEMENT
ADVERTISEMENT