બદલાયો મોસમનો મિજાજઃ આગ ઓકતી ગરમી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ
ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન પૂર્ણ થવામાં ગણતરીની મિનિટો જ બાકી છે, એવામાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટવાર વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે.
ADVERTISEMENT
Unseasonal Rain: ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન પૂર્ણ થવામાં ગણતરીની મિનિટો જ બાકી છે, એવામાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટવાર વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે ભરબપોરે અંબાજીમાં વરસાદ નોંધાયો છે. તો અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ધખધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી થોડી રાહત મળી છે.
અંબાજી અને અરવલ્લીમાં વરસાદ
આજે ભરબપોરે અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો અને એકાએક કસમી વરસાદ પડ્યો. વરસાદના કારણ અંબાજીના રસ્તાઓ ભીના થઈ ગયા હતા, અંબાજી ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ વરસાદ પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, સ્થાનિક હવામાન વિભાગ દ્વારા 7 મેના રોજ ભારે ગરમી અને ધખધખતો તાપ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી, ભારે ગરમીની આગાહી વચ્ચે આજે માવઠું પડ્યું.
5 દિવસ સૂકું રહેશે હવામાન
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે. છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ છે. તેમના જણાવ્યા અનુસાર, પાંચ દિવસ પછી છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ હળવા વરસાદની શક્યતાઓ છે. જોકે, આ પહેલા 7 અને 8 મે એમ બે દિવસ હીટવેવ રહેવાની શક્યતાઓ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT