પંચમહાલ: ગોકળપુરા ગામમાં પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો, ટોળાનો પોલીસ પર પથ્થરમારો
Panchmahal News: પંચમહાલના શહેરામાં આવેલા ગોકળપુરા ગામમાં અચાનક પથ્થરમારાની ઘટનાથી મામલો બીચક્યો છે. હકીકતમાં ગામમાં પશુ ચરાવવા જેવી સામાન્ય બાબતમાં પૂર્વ સરપંચની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી.
ADVERTISEMENT
Panchmahal News: પંચમહાલના શહેરામાં આવેલા ગોકળપુરા ગામમાં અચાનક પથ્થરમારાની ઘટનાથી મામલો બીચક્યો છે. હકીકતમાં ગામમાં પશુ ચરાવવા જેવી સામાન્ય બાબતમાં પૂર્વ સરપંચની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. જે બાદ પરિવારજનો આરોપીના ઘરની સામે અંતિમ સંસ્કારની માંગને લઈને અડગ હતા. એવામાં પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું.
ગાય ચરાવવા મુદ્દે થઈ પૂર્વ સરપંચની હત્યા
શહેરાના ગોકળપુરા ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ બારીયાએ ખેતરમાં પશુઓ નહીં ચરાવવા બાબતે આપતા ગામ નજીકના જ યુવકોએ માથામાં લાકડીના ફટકા મારીને તેમની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં પૂર્વ સરપંચના પરિવારજનો સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈને ગોકળપુરા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એવામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગામમાં ગોઠવાયો હતો. પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ પર ટોળાએ કર્યો પથ્થરમારો
જોકે પૂર્વ સરપંચના મોત બાદ પરિજનોએ આરોપીઓના ઘરની સામે જ તેમના અંતિમ સંસ્કાર કરવાની માંગ સાથે અડગ રહ્યા હતા. જોતા જોતામાં ટોળું એકઠું થઈ જતા ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. દરમિયાન અચાનક કોઈએ ટોળામાંથી પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો. ઘટનામાં પોલીસકર્મીને પથ્થર વાગતા માથામાં ઈજા પહોંચી હતી. તો પોલીસની પણ એક ખાનગી કારના કાચ તૂટી ગયા હતા.
ADVERTISEMENT
(જયેન્દ્ર ભોઈ, પંચમહાલ)
ADVERTISEMENT