Lok Sabha Election: શું અમરેલીમાં પિતાની જેમ જીતનો સ્વાદ ચાખી શકશે જેનીબેન ઠુમ્મર કે સુતરીયા તોડી નાખશે રિવાજ?

ADVERTISEMENT

Amreli LokSabha Elections
પાટીદારોના ગઢમાં કોની લાગશે લોટરી?
social share
google news

Amreli LokSabha Elections: ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાનો જન્મ અમરેલીમાં થયો હતો. 2024ની લોકસભાની ચૂંટણીમાં અમરેલી બે કારણોસર ચર્ચામાં છે, પહેલું કારણ એ છે કે અહીંના બે દિગ્ગજ નેતાઓ પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી રાજકોટ બેઠક પર આમને-સામને છે તો બીજી બાજુ અમરેલી લોકસભા સીટ પર પણ કાંટાની ટક્કર સંભવ છે. કારણ કે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાને ભારે ટક્કર આપી રહ્યા છે. 

ગુજરાતમાં કોંગ્રેસને કેટલી મળશે બેઠકો?

ભાજપના અભેદ્ય ગઢ ગુજરાતમાં કોંગ્રેસ ત્રણથી ચાર બેઠકો જીતે તેવી શક્યતાઓ છે. તેમાં અમરેલી લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. અમરેલી એશિયાઈ સિંહોના કારણે પણ અવારનવાર ચર્ચાઓમાં રહે છે. અમરેલી બેઠક પર ભાજપે સાત વખત જીત મેળવી છે. સહકારી ક્ષેત્રના મોટા દિગ્ગજ દિલીપ સંઘાણી 1991થી 2004 સુધી અહીંના સાંસદ રહી ચૂક્યા હતા. તેઓ સતત ચાર વખત ભાજપની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ 2004ની ચૂંટણીમાં કોંગ્રેસના વીરજી ઠુમ્મરે દિલીપ સંઘાણીને હરાવ્યા હતા.

અમરેલી બેઠક (વિકિપીડિયા)

કોંગ્રેસને ઉલટફેરની આશા

કોંગ્રેસ પાર્ટીને જેનીબેન ઠુમ્મર પાસેથી 2004 જેવા ઉલટફેરની આશા છે. હવે જોવાનું એ રહેશે કે જેનીબેન ઠુમ્મર તેમના પિતા વીરજી ભાઈની જેમ ઈતિહાસનું પુનરાવર્તન કરી શકે છે કે પછી અમરેલી બેઠક પર PM મોદીનો જાદુ ચાલે છે. ભાજપે આ વખતે ત્રણ વખતના સાંસદ નારણભાઈ કાછડિયાની ટિકિટ કાપીને આ બેઠક પર ભરતભાઈ સુતરિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

ADVERTISEMENT


અમરેલી વિશે એવું પણ કહેવાય છે કે જે પાર્ટીનો વિધાનસભાની બેઠકો પર દબદબો રહે છે તેને લોકસભાની બેઠક મળી નથી. જો આ વખતે ભાજપ અમરેલી બેઠક જીતશે તો પાર્ટીનો વિધાનસભા બેઠકની સાથે લોકસભા બેઠક પણ કબજો હશે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી પરેશ ધાનાણી અમરેલીથી ધારાસભ્ય હતા. આ પહેલા પણ પરેશ ધાનાણી 2002થી 2007 સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે.

ADVERTISEMENT

આઝાદી બાદ કોંગ્રેસનો હતો દબદબો

અમરેલીની રાજકીય કહાનીમાં અનેક ફેરફારો થયા છે. આઝાદી પછી કોંગ્રેસે આ મતવિસ્તારમાં પોતાનો દબદબો બનાવ્યો અને 1957 અને 1984 વચ્ચે સાત ચૂંટણી જીતી હતી. પરંતુ 1989માં જનતા દળે આ જીતનો સિલસિલો ખતમ કર્યો અને જનતા દળના ઉમેદવારો વિજય થયો. 1991થી અત્યાર સુધીની ભાજપ આઠ લોકસભા ચૂંટણીઓમાંથી સાત જીતવામાં સફળ રહી છે. 

ADVERTISEMENT

ભાજપે પાંચમી યાદીમાં ભરતભાઈ સુતરિયાનું નામ જાહેર કર્યું હતું. 25 માર્ચે તેમની ઉમેદવારી જાહેર થયા બાદ તેમનો વિરોધ પણ સામે આવ્યો હતો. આ પછી તેમણે કાર્યક્રમમાં 400 પારના બદલે 500 પારનો નારો આપ્યો હતો. ત્યારબાદ તેમનું નિવેદન ખૂબ વાયરલ થયું હતું. અમરેલી બેઠક પર કોંગ્રેસે યુવા મહિલા ચહેરા પર દાવ રમ્યો છે. પાર્ટીએ જેનીબેન ઠુમ્મરને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે.

ચાલશે PM મોદીનો જાદુ?

2009ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયાએ નીલાબેન ઠુમ્મરને 37 હજાર મતોથી હરાવ્યા હતા. આગામી ચૂંટણીમાં તેમણે વીરજીભાઈ ઠુમ્મરને 1 લાખ 56 હજાર મતોથી હરાવ્યા હતા. 2019માં કાછડિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને 2,01,431 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસને આશા છે કે મહિલા અને યુવા ઉમેદવાર હોવાના કારણે પાર્ટીને ફાયદો થઈ શકે છે, જ્યારે ભાજપને પીએમ મોદીના જાદુ અને તેમની ગેરંટીઓમાં વિશ્વાસ છે. અમરેલીમાં 7 મેના રોજ મતદાન યોજાશે અને પરિણામ 4 જૂનના રોજ આવશે. ત્યારે જોવું રહ્યું કે અમરેલીની જનતા કોના પર પર વિશ્વાસ કરે છે....

    follow whatsapp

    ADVERTISEMENT