મતદાનનું નિશાન બતાવો અને ફ્રીમાં મુસાફરી કરો, AMTSનો મહત્વનો નિર્ણય
Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. આવતીકાલે ગુજરાત સહિત 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે.
ADVERTISEMENT
Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. આવતીકાલે ગુજરાત સહિત 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTS દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે. જે મુજબ AMTS દ્વારા આવતીકાલે મતદાન કરનાર મતદારો માટે મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. મતદાન કરનાર વ્યક્તિ આવતીકાલે 7 મેના રોજ એક દિવસ માટે નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.
આવતીકાલે લોકશાહીનું 'મહાપર્વ'
આવતીકાલે લોકશાહીનું 'મહાપર્વ' છે. આવતીકાલે 7 મેના રોજ 'ધ ડે ઓફ વોટર્સ' છે અને મતદાર 'રાજા'ની ભૂમિકામાં રહેશે. મત એ માત્ર કિંમતી કે અમૂલ્ય જ નથી, પરંતુ મતદાર રાજા પાસે મતાધિકાર એ સૌથી શક્તિશાળી 'બ્રહ્માસ્ત્ર' પણ છે. મતદારે જાગૃતિ અને સમજદારી માટે સાથે વધારેમાં વધારે મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાની છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે AMTS દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Kheda: 'અમારે ચવાણું જોતું નથી, ભાજપવાળાએ અમારો ઉમરો ચડવાનો નહીં', ક્ષત્રિયાણીઓ લાલઘુમ
ADVERTISEMENT
સહીનું નિશાન બતાવી ફ્રીમાં મુસાફરી કરો
આવતીકાલે 7મી મેના રોજ મતદાન છે ત્યારે એક દિવસ માટે મતદાન કરનાર દરેક વ્યક્તિને AMTS નિ:શુલ્ક પ્રવાસ કરાવશે. જેના માટે મતદાન કરનાર વ્યક્તિએ આંગળી પર સહીનું નિશાન બતાવવાનું રહેશે અને જેની આંગળી પર સહીનું નિશાન બતાવશે તે નિ:શુલ્ક પ્રવાસના AMTSના નિર્ણયનો લાભ લઈ શકશે.
ગુજરાતની 25 બેઠકો પર થશે મતદાન
આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, આજે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ખાનગી પ્રચાર માટે કતલની રાત સમાન રાત બની રહેશે. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાની 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Lok Sabha Election: ગુજરાતમાં આવતીકાલે 'મહાજંગ', જુઓ કઈ બેઠક પર કોની સામે કોણ ટકરાશે
ADVERTISEMENT
265 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી ચકાસણી પછી 328 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા. માન્ય રખાયેલા આ ફોર્મમાંથી 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાથી હવે 25 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સહિત અન્ય પાર્ટીઓ અને અપક્ષના 265 ઉમેદવારો ચૂંટણી મેદાને જંગ લડશે.
ADVERTISEMENT