પહેલા માળેથી પટકાતા બે વર્ષના બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: બિલ્ડિંગ પરથી પડી જતાં વધુ એક બાળકના મોતની ઘટના સામે આવી છે. સુરતમાં થોડા સમય અગાઉ ઘટના સામે આવી હતી ત્યારે ફરી એક વખત સુરતમાં જ આ પ્રકારની ઘટનાથી બાળકનું મોત થયું છે. સુરતના પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી 2 વર્ષીય બાળક નિચે પડ્યો હતો. ઘટનાને લઈ બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું.

સુરત શહેરમાં વધુ એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી 2 વર્ષીય બાળક મહાદેવ સોસાયટીમાં પહેલા માળે બાળક રમતું હતું. ત્યારે તે અચાનક જ નીચે પટકાયો હતો. જેના લીધે બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પરિવાર પર અચાનક આફતનું વાદળ ટતૂટી પડ્યું હતું.

માતા રસોઈ કરી રહી હતી
સુરત જિલ્લાના પલસાણામાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના મહાદેવ નગર સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશ જબલપુરના વતની શંકર લોધી લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચકલાવે છે. શંકર લોધીનો દોઢ વર્ષનો પુત્ર મયંક લોધી ઘરના પહેલા માળે ગેલેરીમાં રમી રહ્યો હતો.માતા રજનિદેવી ઘરમાં રસોઈ બનાવી રહી હતી. દરમ્યાન બાળક અચાનક જ રમતા રમતા નીચે પટકાઈ ગયો હતો. ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ત્યારે બાળકને તાત્કાલિક 108ની મદદ થી સારવાર અર્થ સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યા બાળકનું ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પલસાણા પોલીસને કરાઈ હતી. ઘટનાને પગલે પલસાણા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: પ્રેમ લગ્ન કરવા યુવતીને પડ્યા ભારે, લગ્નના બીજે જ દિવસે પતિ કરતો કઇક આવું કે યુવતીના પગ નિચેથી જમીન ખસી ગઈ

માતા પિતા ચેતવણીરૂપી ઘટના
આ પ્રકારે બાળકોની મોતના અવારનવાર કિસ્સાઓ સામે આવતા રહે છે. બે મહિના અગાઉ સુરતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત થયું હતું. દાદી સાથે તડકામાં બેસાડેલો પૌત્ર પડી જતા મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT