ControversialStatement: રૂપાલા વિવાદ વચ્ચે વધુ એક ભાજપ નેતાનો બફાટ, હવે રાજા અને પટરાણી વિશે આ શું બોલ્યા?

ADVERTISEMENT

BJP Leader Kirit Patel In Controversy
વધુ ભાજપ નેતાનો મોટો બફાટ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રૂપાલા વિવાદ વચ્ચે વધુ એક ભાજપ નેતાનો બફાટ

point

હવે રાજા અને પટરાણી વિશે આ શું બોલ્યા?

point

જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે કરગરીને માફી માંગી

BJP Leader Kirit Patel In Controversy: હજુ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક ભાજપ નેતાના વિવાદાસ્પદ ભાષણથી મામલો ગરમાયો છે. હકીકતમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેમની પટરાણીઓ વિશે નિવેદન કરતાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. કિરીટ પટેલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કિરીટ પટેલને ફોન કરીને ટકોર કરી છે. જોકે, આ મામલે કિરીટ પટેલે વીડિયો દ્વારા માફી માંગી છે.

ભાજપ નેતા કિરીટ પટેલે માંગી માફી

કિરીટ પટેલે કહ્યું કે, 'મારા ભાષણથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું. મારો ધ્યેય કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો. ભારતીય જનતા પાર્ટીએ દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને તે દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. ત્યારે મારા ભાષણથી અથવા મારી વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો હું બે હાથ જોડીને ક્ષમા માંગુ છું.'

વિસાવદર ખાતે આપ્યું હતું નિવેદન 

આપને જણાવી દઈએ કે, જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિસાવદર ખાતેના કાર્યાલયનું ગઈકાલે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કાર્યકરોને સંબોધતી વખતે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, 'હિન્દુસ્તાનમાં એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય પણ તેના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે.'

ADVERTISEMENT

ક્ષત્રિય સમાજમાં આક્રોશ

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ ભાજપના જ નેતાઓ પરસોત્તમ રૂપાલાના રાજા-રજવાડાઓના નિવેદનના કારણે થયેલા વિવાદને શાંત પાડવા મથામણ કરી રહ્યા છે તેવામાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જ આગેવાને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જોકે, આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે.  


ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT