ઉમરેઠ નગરપાલિકાએ વિરોધનો બદલો લીધો? ક્ષત્રિય યુવાનોનો આરોપ-સ્ટ્રીટ લાઈટ બંધ કરી દીધી, સફાઈ પણ નથી કરાઈ

ADVERTISEMENT

Anand News
શું ક્ષત્રિય સમાજ સાથે પાલિકાનો અન્યાય?
social share
google news

Anand News: ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓનો પ્રચાર શરૂ થઈ ગયો છે. તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ યથવાત છે અને વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે ગઇકાલે આણંદના ઉમરેઠમાં ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના વિરોધનો કડવો અનુભવ થયો હતો.

ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા કાર્યકર્તાઓએ ક્ષત્રિય સમાજના લોકોએ પોતાના વિસ્તારમાંથી બહાર ધકેલી દીધા હતા. જોકે ત્યારબાદ પાલિકા દ્વારા ક્ષત્રિય સમાજના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવાઈ તથા સાફ સફાઈ કર્મચારીઓને સફાઈ કરવા ત્યાં  ન મોકલવામાં આવ્યા હોવાનો સમાજના આગેવાનોનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. 

IPL 2024: કોહલી અને અમ્પાયરની બબાલ વચ્ચે RCB ના કેપ્ટનને મોટો ઝટકો, BCCI એ ફટકાર્યો લાખોનો દંડ

ઉમરેઠ નગરપાલિકાએ વિરોધનો બદલો લીધો?

સમગ્ર ઘટના એવી છે કે, ઉમરેઠ પાલિકામાં ભાજપ સત્તા પર છે અને ગઈકાલે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં ભાજપ માટે પ્રચાર કરવા ગયેલ કાર્યકરોને તગેડી મૂકતાં હવે ઉમરેઠમાં ક્ષત્રિય સમાજના વિસ્તારમાં પાલીકાનો અન્યાય થયા હોવાનો મોટો આરોપ લગાવવામાં આવ્યો છે.  સ્થાનિક ક્ષત્રિય સમાજના આગેવાન એવો આરોપ લગાવ્યો છે કે, જ્યારથી પ્રચાર માટે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારથી ગામમાં કોઈ સફાઈ કર્મચારીને સફાઈ કરવા માટે નથી આવ્યો અને ગામમાં અંધારપટ વિસ્તારમાં રાત્રે સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવામાં આવી હોવાનો મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

ઉમરેઠમાં ક્ષત્રિય યુવાનોનો રોષ

ગઇકાલે આણંદ લોકસભા બેઠક પર ઉમરેઠમાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં કાર્યકરો પહોંચ્યા હતા ત્યારે ક્ષત્રિય યુવાનોએ 'રૂપાલા હાય-હાય'ના નારા લગાવીને પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને બહાર હાંકી કાઢ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓને વિસ્તારમાંથી બહાર કાઢતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વિસ્તારમાં રૂપાલાના બહિષ્કારાના પોસ્ટર્સ પણ લાગેલા છે. તેમ છતા ભાજપના કાર્યકરો પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. 

ભાજપના હોદ્દેદારો-કાર્યકરો પ્રચારમાં નીકળ્યા હતા

વીડિયોમાં ભાજપ માટે પ્રચાર કરતા APMC પૂર્વ અધ્યક્ષ સુજલ શાહ, નગરપાલિકા અધ્યક્ષ કનૈયાલાલ શાહ, કાર્યકારી અધ્યક્ષ સંજય પટેલ તથા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા.  

ADVERTISEMENT

(ઈનપુટ: હેતાલી શાહ, આણંદ)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT