Lok Sabha Elections: મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ ધુણતા-ધુણતા કરી મોટી ભવિષ્યવાણી
Lok Sabha Elections 2024: ગુજરાતની સ્થાપના 1960માં થઈ ત્યારથી અત્યાર સુધી ઈતિહાસમાં પહેલી વખત લોકસભા ચૂંટણીમાં કોઈ બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આ બેઠક સુરત છે.
ADVERTISEMENT

Lok Sabha Elections 2024: ગુજરાતની સ્થાપના 1960માં થઈ ત્યારથી અત્યાર સુધી ઈતિહાસમાં પહેલી વખત લોકસભા ચૂંટણીમાં કોઈ બેઠક બિનહરીફ જાહેર થઈ છે. આ બેઠક સુરત છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ સુરત બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ થયા છે. તો ગુજરાતની બાકીની 25 લોકસભા બેઠકો પર આગામી 7 મેના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. સાથે જ ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ 7 મેના રોજ યોજાવાની છે. જેને લઈને રાજકીય પક્ષો સુપર એક્ટિવ થઈ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સતત સભાઓ ગજવી રહ્યા છે અને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે મહેસાણામાં ભાજપના ઉમેદવાર ભુવાજીના શરણે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભૂવાજીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ લીધા હતા.
હરીભાઈ અને સી.જે ચાવડા ભુવાજીના શરણે
મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરીભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.જે.ચાવડા ભુવાજીના શરણે પહોંચ્યા હતા. સધીધામ દેવીપુરા ગામે ધુણતા-ધુણતા ભુવાજીએ બંનેને જીતના આશીર્વાદ આપ્યા હતા. સાથે જ ધુણતા-ધુણતા ભુવાજીએ જીતની ભવિષ્યવાણી કરી હતી. સધી માતાના ભુવાજીએ ધુણતા-ધુણતા કહ્યું હતું કે, આ વખતે ભાજપ 400 બેઠકો જીતશે.
ચામુંડા માતાજીના રમેલમાં પહોંચ્યા હતા હરિભાઈ
આ પહેલા મહેસાણા શ્રીપાલ સોસાયટીમાં યોજાયેલી ચામુંડા માતાજીની રમેલમાં હરિભાઈ પટેલ પહોંચ્યા હતા. રમેલમાં ભુવાજી ઉપર ફૂલનો વરસાદ કરી હરિભાઈ પટેલે આર્શીવાદ લીધા હતા. આ પહેલા કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર પણ ભુવાના શરણે પહોંચ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર પણ ભુવાજીના શરણે પહોંચ્યા હતા. ત્યારે હવે સવાલ એ થાય છે કે શું આ 2024ની ચૂંટણી ભુવાજી પાર લગાવશે?
ADVERTISEMENT
ADVERTISEMENT