Lok Sabha Election: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની 'મોટી જીત', ઈતિહાસમાં પહેલીવાર સુરત બેઠક બિનહરીફ
Lok Sabha Election: ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષ પ્રચંડ પ્રચાર કરી રહી છે. આ વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ADVERTISEMENT
Lok Sabha Election: ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા સુરત બેઠક બિનહરીફ થઈ છે. સુરત બેઠક પરથી તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પર ભાજપના ઉમેદવારની મોટી જીત થઈ છે. જોકે, આ મામલે સત્તાવાર જાહેરાત 3 વાગ્યે કરવામાં આવશે.
તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. કારણ કે, સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પહેલા જ પરત ખેંચ્યું હતું. જે બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થઈ હતા. જોકે, તેઓ અચાનક સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા અને તેઓએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું.
કેટલા ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ?
- પ્યારેલાલ ભારતી (બહુજન સમાજ પાર્ટી)
- મુકેશ કુમાર દલાલ (ભારતીય જનતા પાર્ટી)
- અબ્દુલ હમીદ ખાન (સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી)
- જયેશ બાબુભાઈ મેવાડા (ગ્લોબલ રીપબ્લિકન પાર્ટી)
- સોહેલ શેખ (લોગ પાર્ટી)
- અજીતસિંહ ભુપતસિંહ ઉમટ (અપક્ષ)
- કિશોરભાઈ ડાયાણી (અપક્ષ)
- બારેયા રમેશભાઈ પરસોત્તમભાઈ (અપક્ષ)
- ભરતભાઈ પ્રજાપતિ (અપક્ષ)
ADVERTISEMENT
કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ થયું હતું રદ
આપને જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસથી સુરત સહિત રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બનેલા ભાજપ-કોંગ્રેસના રાજકીય વિવાદમાં રવિવારે કોંગી ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. હકીકતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકીના 3 ટેકેદારીઓ એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે આ તેમની સહી નથી. જેની સામે ભાજપના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કર્યું હતું.
ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ
જે બાજ આજે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારોએ પણ એક બાદ એક ફોર્મ પરત ખેંચી લીધા હતા. સૌથી છેલ્લે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ સુરત કલેક્ટર ઓફિસે પહોંચ્યા અને પોતાની ઉમેદવારી ખેંચવા સંબંધિત એફિડેવિટ સુપ્રત કર્યું હતું. જે બાદ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર લોકસભાની ચૂંટમીમાં ભાજપ ઉમેદવાર બિનહરીફથયા છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ લડ્યા વગર જ વિજેતા થઈ ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT