Salman Khan ના ઘરની બહાર ફાયરિંગ કેસમાં સુરત કનેક્શન, તાત્કાલિક દોડી આવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ
Firing at Salman Khan's House: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર પર 14 એપ્રિલની સવારે ફાયરિંગ થતાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં સંડોવાયેલા બંને બાઈકસવારોને પોલીસે પકડી લીધા છે. આ કેસની તપાસ ચાલી રહી છે. આ વચ્ચે ફાયરિંગ કેસમાં નવું અપડેટ સામે આવ્યું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સલમાનના ઘર પર હુમલાનું સુરત કનેક્શન
તાત્કાલિક દોડી આવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
Firing at Salman Khan's House: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર પર 14 એપ્રિલની સવારે ફાયરિંગ થતાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં સંડોવાયેલા બંને બાઈકસવારોને પોલીસે પકડી લીધા છે. આ કેસની તપાસ ચાલી રહી છે. આ વચ્ચે ફાયરિંગ કેસમાં નવું અપડેટ સામે આવ્યું છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરતમાં ધામા
પૂછપરછ દરમિયાન આરોપીઓએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે, આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓએ સુરતની નદીમાં બંદૂક ફેંકી દીધી હતી. તે બંદૂકને શોધવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી ગઈ છે. આરોપીઓએ પોલીસને સુરતની તાપી નદીમાં બંદૂક ફેંકી દીધી હોવાનું જણાવ્યું છે. જેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં ધામા નાખ્યા છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત દોડી આવ્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ પણ વાંચોઃ ફાયરિંગ બાદ અચાનક દુબઈ શા માટે ગયા હતા Salman Khan? સામે આવ્યું કારણ
બિશ્નોઈ ભાઈઓએ કરાવ્યું હતું ફાયરિંગ
આ કેસમાં મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલને મુખ્ય આરોપી બનાવ્યા છે. અનમોલ બિશ્નોઈને વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બિશ્નોઈ બંધુઓ વિરુદ્ધ કેટલાક પુરાવા મળ્યા છે. પોલીસે IPCની કલમ 506(2), 115, 201 હેઠળ કેસ નોંધ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ક્રાઈમ બ્રાન્ચ અનમોલ બિશ્નોઈ (જે યુએસએમાં રહે છે)ની સામે લુકઆઉટ નોટિસ જારી કરી શકે છે. બીજી તરફ જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરશે.
ADVERTISEMENT
અનમોલે લીધી હતી હુમલાની જવાબદારી
ફાયરિંગ બાદ અનમોલ બિશ્નોઈ નામના ફેસબુક એકાઉન્ટમાંથી એક પોસ્ટ વાયરલ થઈ હતી. તેમાં લખ્યું હતું - 'સલમાન ખાન, અમે તને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે, જેથી તું અમારી તાકાત સમજી શકે. આ પહેલી અને છેલ્લી વોર્નિંગ છે, આ પછી ગોળી ઘર પર નહીં ચાલે. તું દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માનેશ, અમે તેના નામાના બે શ્વાન પાડીને રાખ્યા છે.'
આ પણ વાંચોઃ Salman Khan ની કુંડળીમાં બેઠા છે રાહુ-શનિ, જ્યોતિષે કરી ભવિષ્યવાણી, જણાવ્યું કેવો રહેશે આવનારો સમય?
ADVERTISEMENT
બંનેએ ફાયરિંગ પહેલા કરી હતી પ્રેક્ટિસ
ધરપકડ કરાયેલા આરોપી વિકી ગુપ્તા (24 વર્ષ) અને સાગર પાલ (21 વર્ષ)એ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરતા પહેલા બિહારના ચંપારણમાં હથિયારો ચલાવવાની પ્રેક્ટિસ કરી હતી. બંનેને 13 એપ્રિલની રાત્રે બંદૂકો સપ્લાય કરવામાં આવી હતી. અનમોલ બિશ્નોઈ ઈન્ટરનેટ કોલિંગ દ્વારા બંને આરોપીઓના સંપર્કમાં હતો. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવા માટે તેઓને પહેલા જ 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT