ફાયરિંગ બાદ અચાનક દુબઈ શા માટે ગયા હતા Salman Khan? સામે આવ્યું કારણ

ADVERTISEMENT

Salman Khan Firing Incident
ફાયરિંગની ઘટના બાદ દુબઈ કેમ ગયા 'ભાઈજાન'?
social share
google news

Salman Khan Firing Incident:  બોલિવૂડના 'ભાઈજાન' સલમાન ખાન (Salman Khan) આ દિવસોમાં તેમના ઘરની બહાર થયેલી ફાયરિંગની ઘટનાને કારણે ચર્ચામાં છે. ગત રવિવારે તેમના ઘરની બહાર બે બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આજે સલમાન ખાન દુબઈથી મુંબઈ પરત ફર્યા છે, આજે સવારે તેઓ મુંબઈ એરપોર્ટની બહાર ભારે સુરક્ષા વચ્ચે જોવા મળ્યા હતા. 

શા માટે દુબઈ ગયા હતા સલમાન ખાન?

મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર એટલે કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયા બાદ સલમાન ખાન દુબઈ ગયા હતા. ફાયરિંગની ઘટના બાદ તેઓ અચાનક દુબઈ જતાં ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. લોકોના મનમાં અનેક સવાલો હતા કે સલમાન ખાન અચાનક દુબઈ કેમ અને કોને મળવા ગયા? દુબઈમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ હોવા છતાં સલમાન ખાન કેમ દુબઈ ગયા? ત્યારે હવે આ મામલે મોટી અપડેટ આવી છે. 

સલમાન ખાન 20 એપ્રિલના રોજ દુબઈમાં કરાટે કોમ્બેટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા દુબઈ ગયા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપીને તેઓ આજે સવારે મુંબઈ પરત ફર્યા હતા. મુંબઈ એરપોર્ટ પર અભિનેતા સુરક્ષા કર્મચારીઓ અને તેમના બોડીગાર્ડ શેરા સાથે જોવામાં મળ્યા હતા. આ દરમિયાન સલમાન ખાને બ્લેક ટી-શર્ટ અને સફેદ પેન્ટ પહેર્યું હતું. 

આ પણ વાંચો

ADVERTISEMENT

સલમાન ખાને નથી આપ્યું કોઈ નિવેદન

જોકે, સલમાન ખાન (Salman Khan)એ હજુ સુધી ફાયરિંગ અંગે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તેમના પિતા સલીમ ખાને ઈન્ડિયા ટુડે સાથે આ ઘટના અંગે વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ''ફાયરિંગની ઘટના બાદ અમને વધારાની પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. મુંબઈ પોલીસે અમારી અને અમારા મિત્રોની સુરક્ષાની ખાતરી આપી છે.''

    follow whatsapp

    ADVERTISEMENT