ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા બાળકોને કુપોષણ મુક્ત કરવાના પ્રયત્નોની અને યોજનાઓની ભારે વાતો અને જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આંકડા જાણે કાંઈક વિપરિત દૃશ્ય જ બતાવી રહ્યા છે. હાલમાં ગુજરાત વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા આપવામાં આવેલી આંકડાકીય વિગતો ઘણી ચોંકાવનારી છે. જે વિગતો અનુસાર ગુજરાતમાં સૌથી વધારે નર્મદા જિલ્લામાં 12492 અને વડોદરામાં 11322 બાળકો કુપોષિત છે. 30 જિલ્લાઓની વિગતો આપવામાં આવી છે જેમાં કુલ 125707 બાળકો કુપોષિત છે.
લવ મેરેજ કરનારાઓને પડી જશે તકલીફઃ કાલોલના ધારાસભ્યએ વિધાનસભામાં માતાપિતાની સહી ફરજિયાત કરવાની માગ કરી
ગુજરાતમાં ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા 1 લાખને પાર
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં કુપોષિત બાળકોની વિગતો અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જે અંગે આજે ગુરુવારે મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કુપોષિત બાળકો અંગે આંકડાકીય વિગતો આપવામાં આવી હતી. જેમાં સૌથી વધારે કુપોષિત બાળકો નર્મદા જિલ્લામાં હતા અને તે પછી વડોદરામાં. આ ઉપરાંત ઓછા વજન વાળા બાળકોની સંખ્યા 101586 છે જ્યારે અતિ ઓછા વજન વાળા બાળકોની કુલ સંખ્યા ગુજરાતમાં 24121 છે.
બેરોજગાર GUJARAT! વડોદરામાં સૌથી વધારે બેકાર જ્યારે કથિત પછાતમાં દાહોદમાં રોજગાર જ રોજગાર
કયા મહાનગરમાં કેટલા બાળકો કુપોષિત
ગુજરાતના મહાનગરો કહેવાતા પૈકીના અમદાવાદમાં 2236 બાળકો કુપોષિત છે, ઓછા વજન વાળા 1739 છે જ્યારે અતિ ઓછા વજન વાળા બાળકોની સંખ્યા 497 છે. ઉપરાંત ભાવનગરમાં 4260 બાળકો કુપોષિત છે, 3527 બાળકો ઓછા વજન વાળા છે જ્યારે અતિ ઓછા વજન વાળા બાળકો 733 છે. વડોદરામાં 11322 બાળકો કુપોષિત છે, ઓછા વજન વાળા 9131 બાળકો છે જ્યારે 2191 બાળકો અતિ ઓછું વજન ધરાવે છે. સુરતની વાત કરીએ તો ત્યાં 6967 બાળકો કુપોષિત છે, 5701 બાળકો ઓછા વજન વાળા છે જ્યારે 1266 બાળકો અતિ ઓછું વજન ધરાવે છે. અહીં આપને વિધાનસભામાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે કયા જિલ્લામાં કેટલા બાળકોની શું આંકડાકિય વિગતો છે તે પણ દર્શાવી છે જુઓ નીચેની તસવીર…