મકાનના પતરા ઉડી જશે! આંધી-તોફાન સાથે વરસાદ પડશે, અંબાલાલ પટેલની ભારે આગાહી

ADVERTISEMENT

Ambalal Patel
Ambalal Patel
social share
google news

Gujarat Weather Forecast: ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે લોકો માટે રાહતની ખબર સામે આવી રહી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ ઉપરાંત દેશમાં વંટોળ આવવાની પણ આગાહી છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ક્યારથી શરૂ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી

અંબાલાલ પટેલે ખાનગી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, આ વતખતે 10થી 14 મે વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. આ પ્રી-મોન્સૂન એક્ટિવિટી ઉત્તર ભારતમાં ખતરનાક હશે, અને ભારે ગાજવીજ, આંધી, વંટોળ સાથે હશે. અને આરબ રાષ્ટ્રોમાંથી આવતું વંટોળ કચ્છના ભાગોમાં થઈ ગુજરાતના કેટલાક ભાગોમાં ફેલાઈને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં જતું રહેશે. 

મકાનના છાપરા ઉડે તેવો પવન ફૂંકાશે

તેમણે વધુમાં કહ્યું, 10થી 14 તારીખમાં ભારે આંધી, ગાજવીજ અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે. આ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો સાબરકાંઠા, મહેસાણા, મધ્ય ગુજરાતમાં વડોદરા, નડીયાદ, તથા દક્ષિણ ગુજરાતમાં આહવા-ડાંગ, વલસાડમાં ગાજવીજ-પવન સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે. આ ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ રહેશે. આ બાદ ગરમી શરૂ થશે. પરંતુ તારીખ 20 બાદ ફરી હવામાનમાં પલટો આવશે. ગરમી બાદ 24 મેથી 5 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં રોહિત નક્ષત્રમાં વરસાદ રહેશે.

ADVERTISEMENT

અંદામાન-નિકોબારમાં ક્યારે બેસશે ચોમાસું? 

પરંતુ આ વખતે ચક્રવાતનું પ્રમાણ વધશે. મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બનવાની શક્યતા છે અને બંગાળના ઉપસાગરમાં 16 મે પછી ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે.  16થી 22 તારીખ સુધીમાં અંદામાન-નિકોબાર ટાપુમાં ચોમાસુ બેસી જશે. આ વખતનું ચોમાસું કેરળ કાંઠે વહેલું આવી શકે છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT