Election Analysis: ગુજરાતમાં એક બેઠક પર બમ્પર વોટિંગ બાકી જગ્યાએ ઘટ્યું મતદાન, શું ખુલશે કોંગ્રેસનું ખાતું?

malay kotecha

ADVERTISEMENT

Lok Sabha Election
ગુજરાતની આ બેઠકે ભાજપની ઊંઘ ઉડાવી!
social share
google news

Lok Sabha Election : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 સીટો પર આશરે 59.51 ટકા મતદાન થયું છે. લોકસભાની 25 બેઠકોમાં સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી લોકસભા બેઠક પર થયું છે. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા લોકસભા બેઠક એવી રહી જ્યાં 2019ની સરખામણીમાં 3.76 ટકા વધુ મતદાન થયું હતું. બનાસકાંઠામાં કુલ 68.44 મતદાન થયું હતું. 2019માં 64.68 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિએ દાવો કર્યો છે કે ક્ષત્રિય સમાજના લોકોએ 80 ટકા મતદાન કર્યું છે. આવી સ્થિતિમાં ભાજપને સાત બેઠકો પર નુકસાન થઈ શકે છે, જોકે, ભાજપને ફરી એકવાર વિશ્વાસ છે કે તે રાજ્યમાં ક્લીન સ્વીપની હેટ્રિક લગાવશે. ગુજરાતમાં ગત લોકસભા ચૂંટણીની સરખામણીમાં પાંચ ટકા ઓછું મતદાન થયું છે. એક અંદાજ મુજબ 1.90 કરોડ ગુજરાતીઓએ મતદાન કર્યું નથી.

આ પણ વાંચોઃ નીરસ મતદાનથી ભાજપ કે કોંગ્રેસ કોને લાભ? જુઓ ક્યાં કારણો જવાબદાર અને આંકડાનો ટ્રેન્ડ

 

ગજરાતની કઈ બેઠક પર કેટલું થયું મતદાન?

બેઠક 2019 2024
ગાંધીનગર 66% 59.19
કચ્છ 62% 55.05
બનાસકાંઠા 65% 68.44
પાટણ 62% 57.88
અમદાવાદ પશ્વિમ 61% 54.43
રાજકોટ 63% 59.6
પોરબંદર 57% 51.79
જામનગર 61% 57.17
આણંદ 67% 63.96
ખેડા 61% 57.43
પંચમહાલ 62% 58.65
દાહોદ 66% 58.66
બારડોલી 74% 64.59
નવસારી 66% 59.66
સાબરકાંઠા 68% 63.04
અમદાવાદ પૂર્વ 62% 54.04
ભાવનગર 59% 52.01
વડોદરા 68% 61.33
છોટા ઉદેપુર 74% 67.78
વલસાડ 75% 72.24
જૂનાગઢ 61% 58.8
સુરેન્દ્રનગર 58% 54.77
મહેસાણા 66% 59.04
અમરેલી 56% 49.44
ભરૂચ 73% 68.79
સુરત 65% બિનહરીફ
Total 64.11 59.51


હોટ સીટો પર ઓછું થયું મતદાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગરથી ચૂંટણી લડવાના કારણે આ બેઠક ગુજરાતમાં ચર્ચામાં હતી. આ બેઠક પર 58.08 ટકા મતદાન થયું, જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની નવસારી બેઠક પર 55.79 ટકા મતદાન થયું. ક્ષત્રિય વિવાદ બાદ ચર્ચામાં આવેલી રાજકોટ બેઠક પર 58.28 ટકા મતદાન થયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની પોરબંદર બેઠક પર 51.76 ટકા મતદાન થયું. આપને જણાવી દઈએ કે, પરબંદરમાં કોંગ્રેસે મનસુખ માંડવિયા સામે સ્થાનિક નેતા લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. મનસુખ માંડવિયા ભાવનગરના છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

બનાસકાંઠા-વલસાડમાં શાનદાર મતદાન

ગુજરાતમાં માત્ર બે જ લોકસભા બેઠકો એવી હતી કે જ્યાં મતની ટકાવારી વધુ રહી. આદિવાસી પ્રભુત્વ ધરાવતી વલસાડ લોકસભા બેઠક પર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું. અહીં 72.24% મતદાન થયું હતું. આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામ સામે હતા. આ બેઠક પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બેઠક યોજી હતી. બનાસકાંઠા એ ગુજરાતની બેઠક રહી છે જે મતદાનની ટકાવારીમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં આ એકમાત્ર બેઠક એવી હતી જ્યાં કોંગ્રેસ અને ભાજપે મહિલાઓને મેદાનમાં ઉતારી હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની સામે ભાજપે રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતર્યા હતા. આ બેઠક પર પીએમ મોદી અને પ્રિયંકા ગાંધી બંનેએ રેલીઓ યોજી હતી. આ બેઠક પર કુલ 68.44 મત પડ્યા હતા. જે 2019 કરતા 3.76 ટકા વધુ છે.

શું આ વખતે ખુલશે કોંગ્રેસનું ખાતું?

ક્ષત્રિય આંદોલન અને ઉમેદવારોની સાથે જાતીય સમીકરણોના કારણે ગુજરાતની લગભગ બેઠકો પર ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનમ વચ્ચે ટક્કરની અપેક્ષા છે. તેમાં આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જામનગર, સુરેન્દ્રનગરની બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભરૂચ, પારેબંદર અને વલસાડની બેઠકો પર ભાજપની લીડ ઓછી રહેશે અને તે નજીકના માર્જિનથી જીતશે તેવું કહેવામાં આવી રહ્યું છે. 2014 અને 2019માં ભાજપે ગુજરાતમાં ક્લીન સ્વીપ કર્યું હતું. જો ભાજપ ફરીથી તમામ 25 બેઠકો જીતે છે તો તે ક્લીન સ્વીપની હેટ્રિક હશે. કોંગ્રેસની સામે લોકસભામાં વાપસીની ચૂનોતી છે. 2009માં કોંગ્રેસને 11 અને ભાજપને 15 બેઠકો મળી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT