ગુજરાત ભાજપ નેતાના દીકરાની ચૂંટણીપંચને ખુલ્લી ધમકી! કહ્યું 'મશીન આપડા બાપનું જ છે'

ADVERTISEMENT

 Loksabha Election 2024
ભાજપ નેતાના દીકરાની 'દાદાગીરી'
social share
google news

Loksabha Election 2024 : ગુજરાતની 25 લોકસભા બેઠક પર ગઈકાલે મતદાન યોજાયું હતું. વહેલી સવારે 7 વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. જોકે, ગઈ ચૂંટણી કરતા આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન નોંધાયું હતું. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ આશરે 59.51 નોંધાયું હતું. પરંતુ મતદાન દરમિયાન દાહોદમાં એક એવી ઘટના બની જેના કારણે મોટા-મોટા અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. 

દાહોદમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો

વાસ્તવમાં દાહોદ લોકસભા બેઠકમાં ગઈકાલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપ નેતાના દીકરાએ કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેમ બુથને કેપ્ચરીંગ કરી લીધું હતું. એટલું જ નહીં તેણે બુથને કેપ્ચરીંગ ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી બતાવી હતી. આ દરમિયાન તેણે બુથના અધિકારીઓને અભદ્ર ગાળો પણ આપી હતી. 

ભાજપ નેતાના દીકરાની કરતૂત

દાહોદ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે કેટલાક લોકોની સાથે મળીને પરથમપુર ગામમાં બૂથને હાઈજેક કરી લીધું હતું. વિજય ભાભોર કેટલાક લોકોની સાથે મળીને મતદાન મથકમાં ઘૂસી ગયો હતો અને તેણે અધિકારીઓને ધમકાવ્યા હતા. વિજય ભાભોરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ પણ કરી હતી. જેને લાખો લોકોએ જોઈ હતી. 

ADVERTISEMENT

વીડિયો વાયરલ થતાં કર્યો ડિલીટ

આ વીડિયો જોત જોતામાં વાયરલ પણ થઈ ગયો હતો. વીડિયો વાયરલ થયા બાદ વિજયે આ વીડિયોને ડિલીટ કરી નાખ્યો હતો. વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કોંગ્રેસ ઉમેદવારે કરી ફરિયાદ

આ સમગ્ર ઘટનાની જાણ દાહોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડૉ પ્રભાબેન તાવિયાડેને થતાં તેઓએ આ મામલે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેથી હાલ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તંત્ર દ્વારા ભાજપ નેતાના દીકરા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો જોવું રહ્યું....

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT