ભાવનગરઃ ગેરકાયદે મકાન તૂટતુંજોઈ મહિલા થઈ ગઈ બેભાન, સ્વીમીંગપુલ બનાવવા કોર્પોરેશને હટાવ્યા દબાણ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર વિસ્તારમાં સ્નાનાગર અને આંગણવાડી બનાવવા ડીમોડેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે કામગીરી દરમિયાન એક મહિલા બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડિપોલેશન કામગીરીમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડિમોલેશન કરી અને રોડ રસ્તા તેમજ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ સહિતની જગ્યાઓ ખુલ્લી કરાવવામાં આવી હતી. ત્યારે આજે મહાનગરપાલિકાની ટીમ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં અંગે દોડી ગઈ હતી. વિદ્યાનગર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી મહાનગરપાલિકાના પ્લોટમાં સ્નાનાગર અને આંગણવાડી બનાવવા ગ્રાન્ટ મંજૂરી માટે મૂકવામાં આવી હતી.

મહિલા બેભાન થતા લોકોના ટોળા ઉમટ્યા
ત્યારે આ અંગેની ગ્રાન્ટ પાસ થતાં વિદ્યાનગર વિસ્તારમાં આવેલા ગાંધી કોલોની રામદેવપીર બાપાના મંદિરની બાજુમાં મનપાના પ્લોટ પર થયેલા દબાણ અંગે પરિવારને નોટિસ આપ્યા બાદ પણ જગ્યા ખાલી નહીં કરવામાં આવતા મનપા એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ તંત્રને સાથે રાખી સ્થળ પર દોડી ગઈ હતી. મહાનગરપાલિકાના પ્લોટમાં બનાવવામાં આવેલા મકાન પર જેસીબી ફેરવી મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને લઈને ગેરકાયદેસર દબાણ કરેલા પરિવારમાંથી એક મહિલા અચાનક જ બેભાન થયા હતા. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પરિવારજનો દ્વારા બેસુદ થયેલા મહિલાને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી યથાવત શરૂ રાખી અને પ્લોટમાં કરવામાં આવેલા દબાણને દૂર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT