સાથ જીયેંગે સાથ મરેંગે.. આણંદમાં પતિનું અવસાન થતા પત્નીના પણ શ્વાસ છૂટી ગયા

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ સાથ જિયેંગે સાથ મરેંગે આ વાત માત્ર ફિલ્મોમાં જોવા મળતી હોય છે. પરંતુ આ વાત ખરેખર ના જીવનમાં સાચું થયું છે. જ્યાં પતિના મોતના ગણતરીના કલાકોમાં જ પત્નીનું મોત થયું. જેને લઈને પત્નીની દફન વિધિ પતિની કબર પાસે જ કરવામાં આવી હતી.

કાલે સવારે રાહુલ ગાંધી આવશે ફ્લાઈટથી સુરતઃ મોદી સમાજ પર ટિપ્પણી મુદ્દે કોર્ટમાં આપશે હાજરી

બંનેની કબર સાથે રખાઈ
ઉમરેઠમાં એક દંપતી એક જ દિવસે કુદરતી રીતે મૄત્યુ પામતા લોકોમાં અચરજ ફેલાઈ. સવારે પતિનું મોત થયું હતુ જેઓની દફન વિધિ બાદ હજૂ પરિવારજનો ઘરે આવ્યા તેના થોડા સમય માંજ પત્નિએ પણ દમ તોડ્યો હતો. જેઓની દફન વિધિ પતિની કબર પાસે જ કરવામાં આવી હતી. બંન્નેની કબર આસપાસ હોવાને કારને સદાય માટે તેઓ સાથે રહેશે તેવો પરિવારજનો અને સ્વજનોએ લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

ફિલ્મોમાં તો આપણ સાથ જીએંગે સાથ મરેગેંની વાતો જોતા હોઈએ છે, પરંતુ આણંદ જિલ્લાના ઉમરેઠના મદની સોસાયટીમાં રહેતા 71 વર્ષિય ઈબ્રાહીમભાઈ નબીજીભાઈ વ્હોરા અને તેઓના પત્ની 69 વર્ષિય જરીનાબેન ઈબ્રાહીમભાઈ વ્હોરા કુદરતી રીતે બંન્ને એક જ દિવસે મૃત્યુ પામતા રિયલ લાઈફમાં સાથ જીએગે સાથ મરેંગેનું સૂત્ર સાર્થક થયું હતું.

ADVERTISEMENT

ભારતમાં ભૂકંપ અંગે વૈજ્ઞાનિકની ભવિષ્યવાણી સાચી પડી, 24 કલાક પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી

ઉમરેઠના માસની સોસાયટીમાં રેહતા ઇબ્રાહીમભાઇનું સવારે 5 વાગે અચાનક હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. જેની જાણ પરિજનોને થતાં સગાસંબંધી તેમના નિવાસ્થાને અંતિમ વિધિ માટે પહોંચ્યા હતા. અને ઇબ્રાહીમભાઇના પત્ની ઝરીનાબેન તથા પરિજનોને સાંત્વના આપી હતી. બાદમાં ઈબ્રાહિમ ભાઇનો જનાજો નીકળતાની સાથે જ વિલાપ કરતા ઝરીના બેને, “મને પણ સાથે લઈ જાવ..” તેવું વાક્ય ઉચ્ચાર્યું હતું. સ્વજનો દ્વારા ઈબ્રાહીમભાઈની દફન વિધિ સંપન્ન કરી ઘરે પરત ફર્યા હતા. તેના થોડા કલાક બાદ જ ઈબ્રાહિમભાઈના પત્ની ઝરીનાબેનને પણ હાર્ટએટેક આવ્યો અને તેઓનું પણ તે જ દિવસે મોત થયું.

ADVERTISEMENT

પરિવારજનો પાછા જતા હતા ત્યાં જ ઝરીનાબેનના અવસાનની પણ જાણ થઈ
પરિજનો પરત જઈ રહ્યા હતા અને એવામાં ઝરીનાબેનના મોતની જાણ થતાં સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા અને એ જ દિવસે ઝરીનાબેનની અંતિમ યાત્રા નિકળી હતી. પરિજનો નક્કી કર્યું કે એકજ દિવસે પતિ પત્નીએ આ દુનિયાને અલવિદા કહ્યું છે તો બંનેની કબર પણ સાથે જ હોય કે જેથી જીવતા તો સાથે રહ્યા, મોત બાદ પણ સાથે રહી શકે. ઈબ્રાહીમભાઈની કબર પાસે જ ઝરીના બેનની કબર ખોદી તેમની બાજુમાં જ દફન વિધિ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ઈબ્રાહીમભાઈ અને ઝરીનાબેન તેઓના ૨ પૂત્ર અને ૨ પૂત્રીને વિલાપ કરતા છોડી ગયા છે. હાલમાં તો ઉમરેઠમાં પતિ પત્નિ બંન્નેનું એક જ દિવસે કુદરતી મોત થયું હોવાનો કીસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT