ડિપ્લોમામાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટી ખબર, ચૂંટણીના કારણે રજિસ્ટ્રેશન તારીખ લંબાવાઈ

ADVERTISEMENT

Diploma Admission
Diploma Admission
social share
google news

Diploma Admission Process: ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા સંપન્ન થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ માટે કરિયર માટે વિવિધ રસ્તાઓ ખુલતા હોય છે. કોઈ સાયન્, કોઈ કોમર્સ તો કોઈ આર્ટ્સ અને કોઈ ડિપ્લોમા પસંદ કરતું હોય છે. લોકસભાની ચૂંટણી વચ્ચે હાલમાં બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા નથી. એવામાં ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રવેશ કાર્યક્રમની તારીખને લંબાવતા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: Diploma Admission: ધો. 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ, જાણો એડમિશન અંગેની સંપૂર્ણ પ્રક્રિયા?

ડિપ્લોમા પ્રવેશની મુદત લંબાવાઈ

જે મુજબ પ્રથમ વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 13 જૂન સુધી લંબાવવામાં આવી છે. જ્યારે સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા એન્જિનિયરિંગ (સીટુડી) માટે બીજા વર્ષમાં સીધા પ્રવેશની રજિસ્ટ્રેશન પ્રક્રિયાને 15 મે સુધી લંબાવવામાં આવી છે. આવી જ રીતે વર્કિંગ પ્રોફેશનલ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને 24 જૂન સુધી લંબાવાઈ છે. અત્યાર સુધીમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પ્રથમ વર્ષમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ તથા સીટુડી માટે 1500થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

પ્રવેશ કાર્યક્રમ ડિપ્લોમા એન્જિનિયરિંગ  
  પ્રથમ વર્ષ બીજુ વર્ષ
ઓનલાઈન રજિસ્ટ્રેશન 15 એપ્રિલથી 15 જૂન

15 એપ્રિલથી 15 મે

ADVERTISEMENT

પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 24 જૂન 23 મે
મોક રાઉન્ડનું પરિણામ 24થી 27 જૂન 23 મેથી 27 મે
ફાઈનલ મેરિટ લિસ્ટ 1 જુલાઈ 30 મે
પ્રથમ રાઉન્ડ ચોઈસ ફિલિંગ 1 જુલાઈ 30 મે
પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટ 1થી 5 જુલાઈ 30 મેથી 3 જૂન
પ્રવેશની ફાળવણી, ઓનલાઈન બેન્ક ફી પેમેન્ટ 9થી 12 જુલાઈ 6થી 10 જૂન

    follow whatsapp

    ADVERTISEMENT